બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:32 PM, 21 July 2026
દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાંની એક SBI ફંડ્સ મેનેજમેન્ટના શેર બજારમાં લિસ્ટ થતાં જ અનેક કર્મચારીઓની વર્ષોની મહેનતને જાણે જેકપોટ લાગ્યો છે. આ કંપનીના IPOએ 13 કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા છે. જેમાં સૌથી મોટો લાભ મળ્યો ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર દેવિંદર પાલ સિંહને – તેમના શેરની કિંમત આશરે 121 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજા નંબરે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (CIO) શ્રીનિવાસન રામા અય્યરની હિસ્સેદારી આશરે 105 કરોડ રૂપિયાની થઈ છે. આ બધું શક્ય બન્યું છેESOP (Employee Stock Ownership Plan) ની તાકાતથી. જેમાં કર્મચારીઓને વર્ષો પહેલા જ સસ્તા ભાવે શેર ખરીદવાનો મોકો મળ્યો હતો.
ADVERTISEMENT
શાનદાર લિસ્ટિંગથી મોટો ફાયદો
SBI ફંડ્સનો IPO 574 રૂપિયા પ્રતિ શેરના ભાવે આવ્યો હતો. જે લિસ્ટિંગના દિવસે જ શેરમાં 7% પ્રીમિયમ જોવા મળ્યું મળતું અને BSE પર 610 રૂપિયા અને NSE પર 613.30 રૂપિયા પર લિસ્ટ થયો હતો. આવી જોરદાર શરૂઆતથી જ સીનીયર અધિકારીઓની સંપત્તિમાં કરોડોનો વધારો થઈ ગયો.
ADVERTISEMENT
આ સિવાય CFO, HR હેડ, સાયબર સિક્યોરિટી હેડ અને અનેક ફંડ મેનેજરો પણ કરોડપતિ બની ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.