બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:13 PM, 20 July 2026
સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગએ અમેરિકામાં હડકંપ મચાવ્યો છે. જેમાં આ કંપનીએ અમેરિકામાંથી લગભગ 800કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. આ મોટો ફેરફાર અમેરિકન હેડક્વાર્ટર્સને ન્યૂ જર્સીથી ટેક્સાસ શિફ્ટ કરવાના નિર્ણયને કારણે થયો છે. સેમસંગ હાલમાં અમેરિકન હેડક્વાર્ટર્સને ન્યૂ જર્સીથી ટેક્સાસના પ્લેનો શહેરમાં ખસેડી રહી છે. આ બદલાવની સૌથી વધુ અસર મોબાઈલ, ડિસ્પ્લે અને અન્ય કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં કામ કરતા કર્મચારીઓ પર પડી છે.
ADVERTISEMENT
આ નિર્ણયથી ન્યૂ જર્સી ઑફિસમાં 739 પદો આ ફેરફારથી અસરગ્રસ્ત થયા છે. જેમાં કંપનીએ કહ્યું છે કે તેમાંથી અનેક કર્મચારીઓને ટેક્સાસમાં જઈને કામ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે, પરંતુ અમુકને નોકરીમાંથી સીધા જ કાઢી મૂકવામાં આવ્યા છે. ટેક્સાસના પ્લેનો ઑફિસમાં પણ આશરે 100 કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડ્યો છે.
આ અંગે સેમસંગે સ્પષ્ટ કર્યું છે કે, આ કોઈ સમગ્ર કંપનીમાં મોટા પાયે છટણીનો ભાગ નથી. જેમાં આ કંપની કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસને વધુ સારી રીતે વ્યવસ્થિત કરવા માટે હેડક્વાર્ટર્સ શિફ્ટ કરી રહી છે. જેથી અલગ-અલગટીમો વચ્ચે સારું સંકલન થાય અને કામ વધુ સરળ બને.
ADVERTISEMENT
સેમસંગ છેલ્લા કેટલાક સમયથી બિઝનેસમાં મોટા ફેરફારો કરી રહી છે. તેનો સેમિકન્ડક્ટર (ચિપ) બિઝનેસ AIના કારણે ઝડપથી વિકસી રહ્યો છે. પરંતુ મોબાઈલ, ટીવી અને અન્ય કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર વધતી કિંમત અને એપલ તેમજ ચીની કંપનીઓ સાથેની કોમ્પીટીશનને કારણે ખર્ચ ઘટાડવા અને બિઝનેસને નવી રીતે ગોઠવવાની જરૂર પડી છે.
ADVERTISEMENT
આ ખબર એવા સમયે આવી છે જ્યારે અનેક મોટી ટેક કંપનીઓ (માઈક્રોસોફ્ટ, મેટા વગેરે) પણ ખર્ચ બચાવવા માટે છટણી કરી રહી છે. સેમસંગે કહ્યું છે કે, જે કર્મચારીઓની જરૂર છે તેમને ટેક્સાસમાં મોકા આપવામાં આવશે પરંતુ જેમને નવી જગ્યાએ જવું શક્ય નથી કે જેમની જરૂર નથી તેમનો રોલ ખતમ કરવો પડશે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.