બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અરુણ ગોવિલના ચરણ સ્પર્શીને ભાવુક બન્યા રણબીર કપૂર, કહ્યું- 'તમે કરોડો લોકોનું જીવન બદલ્યું'

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / અરુણ ગોવિલના ચરણ સ્પર્શીને ભાવુક બન્યા રણબીર કપૂર, કહ્યું- 'તમે કરોડો લોકોનું જીવન બદલ્યું'

Last Updated: 04:50 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિલ્લીમાં યોજાયેલ રામાયણ ફિલ્મના ઈવેન્ટમાં રણબીર કપૂરે અરુણ ગોવિલ પર ઈમોશનલ થઈને કહ્યું કે તેઓ ક્યારેય તેમના રામ પાત્રની તુલના પોતાના સાથે કરી શકશે નહીં. આ ઈવેન્ટથી રામાયણના ટ્રેલરની ઉત્સુકતા વધુ વધી છે.

1/5

photoStories-logo

1. રામાયણ મુવી

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 4000 કરોડની ફિલ્મ રામાયણનું ટ્રેલર 24 જુલાઈએ જાહેર થશે. આ ટ્રેલરની પ્રથમ ઝલક જોવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મની ટીમે દિલ્હીના ભારત મંડપમમાં એક ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ – રણબીર કપૂર, સની દેઓલ, યશ, સાઈ પલ્લવી, રકુલપ્રીત સિંહ, રવિ દુબે સહિત અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આ ઈવેન્ટમાં ખાસ હાજરી નોંધાવી હતી દૂરદર્શનની ફેમસ રામાયણમાં ભગવાન શ્રીરામના રૂપમાં અમર બનેલા અરુણ ગોવિલે પણ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અરુણ ગોવિલ વિષે શું કહ્યું?

રણબીર કપૂરે અરુણ ગોવિલ માટે આપેલી ઈમોશનલ વાતોએ દરેકને પ્રભાવિત કરી દીધા હતા. રણબીરે કહ્યું કે અરુણ ગોવિલે જે રીતે રામના પાત્રને જીવંત કર્યું છે તેને કોઈ પણ અભિનેતા સાથે સરખાવી શકાય નહીં. તેને કહ્યું, “રામાનંદ સાગરની રામાયણમાં આપે જે રીતે આ પાત્રને નિભાવ્યું છે તેને અનેક પેઢીઓને પ્રભાવિત કરી છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અરુણ ગોવિલની તારીફ

રણબીરે વધુમાં જણાવ્યું કે, “અરુણ જી આપે આ જવાબદારીને સુંદરતા, સત્ય અને ગરિમા સાથે નિભાવી છે. આપની આ સફરને મારા જેવા અભિનેતાઓને જ નહીં પરંતુ જેને તમારી રામાયણ જોઈ છે તે દરેક વ્યક્તિને પ્રેરણા આપી છે. આપે લોકોમાં વિશ્વાસ અને પ્રેરણા જગાવી છે.” તેને ભાવુક થતાં કહ્યું કે, “હું પોતાની મહેનતને ત્યારે જ સફળ માનીશ જ્યારે અરુણ ગોવિલે નિભાવેલા રામના પાત્રનો નાનામાં નાનો ભાગ પણ હું તેમના જેવી શુદ્ધતા અને ગરિમા સાથે નિભાવી શકું.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બાળપણથી રામના આદર્શોને અનુસર્યા

રણબીરે આગળ કહ્યું કે, “બાળપણથી જ હું શ્રીરામના આશીર્વાદ, તેમની શીખ અને આપના ચહેરાને દિલમાં સમાવીને મોટો થયો છું. અમે તમને અમારા પરિવારના સભ્યની જેમ માનીએ છીએ. આ બધું જ આપવા બદલ આપનો આભાર.”

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ટ્રેલર

24 જુલાઈએ આવનાર ટ્રેલર ખાસ હશે કારણ કે તેમાં પ્રથમ વખત રામ સાથે સીતા, રાવણ અને લક્ષ્મણની ઝલક પણ બતાવવામાં આવશે. અત્યાર સુધી આ ત્રણેય પાત્રોની ઝલક ફેન્સ સાથે શેર કરવામાં આવી નથી. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayana Ranbir Kapoor trailer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ