બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમ સંબંધમાં કરી હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો

ક્રાઈમ / રાજકોટ ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમ સંબંધમાં કરી હત્યા, પોલીસે આરોપીને દબોચ્યો

Published By: Vishal Khamar

Last Updated: 07:45 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના મોટી મારડ ગામમાં થયેલા ડબલ મર્ડર કેસનો પોલીસે ભેદ ઉકેલી આરોપી સુરેશ બારીયાની ધરપકડ કરી છે. પ્રેમસંબંધ અને અંગત અદાવતના કારણે પ્રેમિકા દુર્ગા અને તેના પતિ રોહિતની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો.

રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામમાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે આ કેસમાં સુરેશ બારીયાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળ પ્રેમસંબંધ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સુરેશ બારીયા છેલ્લા ત્રણ વર્ષથી મૃતક દુર્ગા સાથે પ્રેમસંબંધમાં હતો. જોકે પારિવારિક કારણોસર બંનેના લગ્ન થઈ શક્યા નહોતા. બાદમાં દુર્ગાના લગ્ન રોહિત સાથે થયા હતા.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, આરોપી સુરેશે દુર્ગા અને તેના પતિ રોહિતને સાથે જોતા ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સામાં આવી તેણે પાઇપ વડે હુમલો કરીને બંનેની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બાતમીના આધારે પોલીસે આરોપી સુરેશ બારીયાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી સુરેશ બારીયા મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ દાહોદ અને દેવગઢ બારિયા સબજેલોમાં મોબાઇલ, સિમકાર્ડ, સિગારેટ-બીડી સહિત પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ

પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને કેસમાં અન્ય કોઈ પાસાં અથવા પુરાવા અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot double murder Suresh Bariya arrested Moti Marad murder case

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ