બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રિલીઝ પહેલાં જ લીક થયું 'રામાયણ'નું ટ્રેલર? સોશિયલ મીડિયા પર વીડિયો મચાવી રહ્યો છે ધૂમ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:26 PM, 19 July 2026
1/5
બોલિવૂડના જાણીતા દિગ્દર્શક નિતેશ તિવારીની સૌથી વધુ પ્રતીક્ષિત મેગા-બજેટ ફિલ્મ 'રામાયણ' (Ramayana) નું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ શનિવાર 18 July ના રોજ દિલ્હીના ભારત મંડપમમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આમંત્રિત ખાસ મહેમાનોને જ સત્તાવાર ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી કડક સુરક્ષા હોવા છતાં ટ્રેલરના કેટલાક વીડિયો અને દ્રશ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લીક થઈ ગયા છે.
2/5
માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ ટ્રેલરની ઘણી નાની ક્લિપ્સ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જો કે, આમાંથી ઘણી વીડિયો ક્લિપ્સ નકલી (Fake) હોવાનું પણ કહેવાય છે, પરંતુ કેટલીક ક્લિપ્સ તદ્દન અસલી માનવામાં આવી રહી છે. વાયરલ વીડિયોમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના અવતારમાં એક દમદાર એન્ટ્રી કરતો જોવા મળે છે. આ ઉપરાંત સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં, અરૂણ ગોવિલ રાજા દશરથના રોલમાં અને લારા દત્તા કૈકેયીના પાત્રમાં જોવા મળી રહ્યા છે. સૌથી વધુ વાયરલ થઈ રહેલી ક્લિપમાં રણબીર કપૂરનો એન્ટ્રી સીન અને ભગવાન રામના વનવાસ પર જવાની ઝલક સ્પષ્ટ દેખાય છે.
3/5
લીક થયેલા દ્રશ્યોમાં આંખે પટ્ટી બાંધીને ઘોડેસવારી કરતા રણબીર કપૂરનો લુક અત્યંત ભવ્ય અને આકર્ષક લાગી રહ્યો છે. વળી, વનવાસ જવાની વાત સાંભળીને સીતા બનેલી સાઈ પલ્લવીનો શાંત પરંતુ માયૂસ ચહેરો દર્શકો પર એક અલગ જ પ્રભાવ છોડી જાય છે. ટ્રેલર જોનારા લોકોના મતે, ટ્રેલરની શરૂઆત રાવણનું પાત્ર ભજવી રહેલા સાઉથ સુપરસ્ટાર યશ (Yash) ના સીન્સથી થાય છે. એક એક્સટેન્ડેડ ક્લિપમાં રાવણ બનેલો યશ ગર્જના કરતો દેખાય છે, જેનો લુક ખૂબ જ આશાસ્પદ લાગે છે. બીજી તરફ, હનુમાન બનેલા સની દેઓલે પોતે જ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે આ ભાગમાં તેમનો રોલ હાલ પૂરતો ઘણો ઓછો છે.
4/5
ભારત મંડપમના આ પ્રીમિયર ઇવેન્ટમાં સુરક્ષાના જડબેસલાક પ્રબંધો કરવામાં આવ્યા હતા. મોબાઈલથી ટ્રેલર રેકોર્ડ કરવાની મનાઈ હોવા છતાં ચોરીછુપીથી વિડીયો ઉતારવાનો પ્રયાસ કરી રહેલા 1 કે 2 લોકોના ફોન પણ સુરક્ષાકર્મીઓએ આંચકી લીધા હતા. વાયરલ વિડીયોમાં સિક્યોરિટી ગાર્ડ્સ પણ સાફ નજરે પડે છે. આટલા કડક પ્રોટોકોલ છતાં આ ક્લિપ બહાર આવી જતાં મેકર્સની સિક્યોરિટી પર અનેક સવાલો ઉભા થયા છે.
5/5
અગાઉ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ કેટલાક લોકોએ તેના વીએફએક્સ (VFX) અને ક્વોલિટી પર સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ હવે આ લીક થયેલા ટ્રેલરની અદભુત ઝલકે ફેન્સની આતુરતામાં અનેકગણો વધારો કરી દીધો છે. હવે સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મના સત્તાવાર ટ્રેલર અને તેની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જે આગામી 24 July ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની ચર્ચા છે. જ્યારે 'રામાયણ પાર્ટ 1' (Ramayana Part 1) ફિલ્મ મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોમાં 8 November 2026 ના રોજ ભવ્ય રીતે રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ