બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, આગામી ત્રણ કલાક ભારે વરસાદ, વીજળી અને તોફાની પવનની આગાહી
5 ફોટો ગેલેરી
Last Updated: 08:05 PM, 19 July 2026
1/5
2/5
3/5
વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરતાં સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલસર, સુરાસામળ, દામાપુરા, સાધલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિનોરના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ જળબંબોળ બન્યા હતા, જ્યારે રેલવે ગરનાળામાં ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે લાંબા સમય બાદ વરસેલા અમૃત સમાન વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા જગતનો તાત આનંદિત બન્યો છે.
4/5
બોટાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતાં રવિવારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. પાળીયાદ રોડ, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ અને બફારાથી પરેશાન નાગરિકોને વરસાદથી રાહત મળી હતી. વરસાદી માહોલ જામતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
5/5
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. સાપુતારામાં ઝરમર વરસાદ સાથે ઘેરાયેલા ધુમ્મસને કારણે મનમોહક અને આહલાદક વાતાવરણ સર્જાયું, જેના કારણે મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓએ કુદરતી સૌંદર્ય અને વરસાદી માહોલની ભરપૂર મજા માણી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાતા ખેડૂતો તેમજ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ