બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA રમણ વોરાને લાગ્યો મોટો ઝટકો, ખોટા ખેડૂત ખાતેદાર કેસમાં કરાઇ કાર્યવાહી
Last Updated: 03:31 PM, 18 July 2026
Idar Mamlatdar Government Land : સાબરકાંઠાના ઇડરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં જમીન સંબંધિત એક મહત્વપૂર્ણ મામલે મામલતદાર કચેરીએ નોંધપાત્ર નિર્ણય આપ્યો છે. દાવડા ગામની સીમમાં આવેલી જમીન અંગે લાંબા સમયથી ચાલી રહેલી કાર્યવાહી બાદ મામલતદાર પૂજા જોશીએ સંબંધિત જમીનને 'શ્રી-સરકાર' જાહેર કરવાનો આદેશ કર્યો છે.
ADVERTISEMENT
વિગતો મુજબ ઇડર તાલુકાના દાવડા ગામની સીમમાં આવેલ જૂનો સર્વે નંબર 792 (રી-સર્વે નંબર 548)ની જમીન ખોટા ખેડૂત ખાતેદાર તરીકે ખરીદવામાં આવી હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પરિવારના સભ્યો સામે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
તપાસ દરમિયાન એવી રજૂઆતો સામે આવી હતી કે, ખેડૂત ખાતેદાર ન હોવા છતાં જમીનની ખરીદી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને બંને પક્ષોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. મામલતદાર કચેરીના રેકોર્ડ મુજબ કાર્યવાહી દરમિયાન અનેક મુદતો આપવામાં આવી હોવા છતાં ધારાસભ્ય રમણ વોરા તથા તેમના પરિવારના સભ્યો નિયમિત રીતે હાજર રહ્યા નહોતા. કચેરીમાં ગેરહાજરીને પણ નિર્ણય દરમિયાન ધ્યાનમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો : ચાંદીપુરાના વધુ 3 કેસની ગુજરાતના આ જિલ્લામાં એન્ટ્રી, આરોગ્ય તંત્રમાં દોડધામ
ADVERTISEMENT
આ તરફ ઇડર મામલતદાર પૂજા જોશીએ ઉપલબ્ધ દસ્તાવેજો, રજૂઆતો અને કાયદાકીય જોગવાઈઓના આધારે દાવડા ગામની સંબંધિત જમીનને 'શ્રી-સરકાર' જાહેર કરવાનો નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ સ્થાનિક સ્તરે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણમાં ધારાસભ્ય રમણ વોરા, કુસુમ વોરા, સુહાગ વોરા અને ભૂષણ વોરા સામે ખોટા ખેડૂત ખાતેદાર તરીકે જમીન ખરીદવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. હવે મામલતદારના આ નિર્ણય બાદ આગળની કાયદાકીય પ્રક્રિયા પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.