બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / રોહિત શર્માના રિટાયરમેન્ટ વિવાદને લઇ BCCI નારાજ, સિલેક્ટર્સને આપી વોર્નિંગ!

સ્પોર્ટ્સ / રોહિત શર્માના રિટાયરમેન્ટ વિવાદને લઇ BCCI નારાજ, સિલેક્ટર્સને આપી વોર્નિંગ!

Published By: Jinal Chauhan

Last Updated: 11:03 AM, 18 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના વનડે ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે BCCIએ મોટું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં લીક થયેલી માહિતી બાદ બોર્ડે સિલેક્ટર્સને કડક સંદેશ આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી રોહિત શર્મા વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ રોહિત ભારતીય ટીમની ભવિષ્યની યોજનાઓનો ભાગ નહીં રહે. આ અહેવાલો સામે આવતા લોર્ડ્સમાં રમાનારી મેચને તેમના છેલ્લી વનડે તરીકે પણ જોવામાં આવી રહી હતી. જોકે હવે BCCIએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને સિલેક્શન કમિટીને સંવેદનશીલ માહિતી જાહેર ન કરવાની સૂચના આપી છે.

BCCIએ રિપોર્ટ્સને ગણાવી ભ્રામક

BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા લોર્ડ્સમાં પોતાની છેલ્લી વનડે મેચ રમવા જઈ રહ્યા છે તેવા દાવાઓમાં કોઈ સત્ય નથી. બોર્ડે આવા અહેવાલોને અધિકૃત રીતે ફગાવી દીધા છે. BCCIનું માનવું છે કે ખેલાડીઓના ભવિષ્યને લગતી ચર્ચાઓ જાહેર થવી યોગ્ય નથી.

સિલેક્ટર્સને અપાઈ કડક ચેતવણી

એક અહેવાલ મુજબ રોહિત શર્મા અને સિલેક્ટર્સ વચ્ચે થયેલી ખાનગી ચર્ચાઓ મીડિયા સુધી પહોંચતાં BCCI નારાજ થયું છે. બોર્ડે અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવી ગોપનીય ચર્ચાઓ બહાર ન આવવી જોઈએ. ખેલાડીઓના ભવિષ્યને લગતા નિર્ણયો સત્તાવાર જાહેરાત પહેલાં જાહેર કરવાનું ટાળવું જરૂરી છે.

Rohit Sharma on Retirement

2027 વર્લ્ડ કપ રમવા માગે છે રોહિત

અહેવાલો અનુસાર રોહિત શર્મા હાલમાં નિવૃત્તિ લેવાના મૂડમાં નથી. તેમણે BCCIના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન 2027 વનડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. રોહિત હજુ ભારતીય ટીમ માટે યોગદાન આપવા માંગે છે અને લાંબા ગાળાની યોજનાઓનો ભાગ બનવા ઇચ્છે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રોહિત શર્મા સંન્યાસ નહીં લે, BCCIના નિવેદનથી ક્રિકેટ જગતમાં હડકંપ

ટીમ મેનેજમેન્ટના વલણથી નિરાશ?

કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત શર્મા નિવૃત્તિ વિશે વિચારતા નથી, જ્યારે અન્ય સૂત્રોનો દાવો છે કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટના વલણથી તેઓ નિરાશ છે. જો કે આ અંગે હજુ સુધી રોહિત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેથી તેમના ભવિષ્ય અંગેની તમામ અટકળો હાલમાં માત્ર ચર્ચા સુધી જ સીમિત છે.

વનડેમાં આ વર્ષે સામાન્ય રહ્યું પ્રદર્શન

રોહિત શર્માનું 2026માં વનડે ક્રિકેટમાં પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. તેમણે 8 ઇનિંગ્સમાં 241 રન બનાવ્યા છે અને તેમનો સરેરાશ 30.12 રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ માત્ર એક અડધી સદી ફટકારી શક્યા છે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં પણ તેમણે પ્રથમ બે મેચમાં અનુક્રમે 11 અને 26 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલને વધુ તક આપવાના સંકેત

અન્ય એક અહેવાલ મુજબ સિલેક્ટર્સે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને સાથે ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી છે. સિલેક્શન કમિટી મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં યશસ્વીને સતત તક આપવાના પક્ષમાં હોવાનું કહેવાય છે. તેમનું માનવું છે કે યુવા બેટ્સમેને મળેલી મર્યાદિત તકમાં સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેને લાંબી તક મળવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Retirement News BCCI

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ