બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / OMG 2 પર નવો વિવાદ, પરેશ રાવલના દાવા પર ડિરેક્ટરે તોડી ચુપ્પી

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / OMG 2 પર નવો વિવાદ, પરેશ રાવલના દાવા પર ડિરેક્ટરે તોડી ચુપ્પી

Last Updated: 10:18 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

OMG 2: બોલીવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલના તાજેતરમાં એક ઇન્ટરવ્યુથી ફિલ્મ ઇડસ્ટ્રીમાં એક નવો વિવાદ ઉભો થયો છે. પરેશ રાવલે દાવો કર્યો હતો કે તેમણે પોતે સુપરહિટ ફિલ્મ "OMG 2" ની કહાની લખી હતી, પરંતુ નિર્માતાઓએ તેમને કોઈ ક્રેડિટ આપ્યા વિના ફિલ્મ બનાવી હતી. આ વિવાદથી હવે ફિલ્મના અસલી લેખક-દિગ્દર્શક અમિત રાય ગુસ્સે થયા છે.

1/6

photoStories-logo

1. પરેશ રાવલના દાવા પર નારાજ

અમિત રાયે પરેશ રાવલના દાવાઓને માત્ર મનગઢત ગણાવી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ફિલ્મના અસલી ક્રિએટર છે અને આ દાવાને સમર્થન આપવા માટે તેમની પાસે નક્કર કાનૂની પુરાવા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અમિત રાયનો તીખો જવાબ

એક મીડિયા સાથેની વાતચીતમાં અમિત રાયે પરેશ રાવલના આરોપો પર આશ્ચર્ય અને નારાજગી બંને વ્યક્ત કરી હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, "તેઓ કયા આધારે આ વાત કરી રહ્યા છે? પહેલા તેમણે પોતે આનો જવાબ આપવો જોઈએ. તેઓ ફક્ત હવામાં દાવા કરી રહ્યા છે; કોઈપણ કંઈપણ કહી શકે છે."

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સત્ય બધાની સામે છે

અમિત રાયે વધુમાં જણાવ્યું હતું કે પરેશ રાવલ ઇંડસ્ટ્રીમાં બહુ મોટા અને આદરણીય અભિનેતા છે, તેથી તેઓ તેમની પાસે જઇ પુછી શકતા નથી કે આવું નિવેદન કેમ આપ્યુ, પરંતુ સત્ય બધાની સામે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એકલા હાથે તૈયાર કરો સ્ટોરી

અમિત રાયે ભાવુક થઈને "OMG 2" ને પોતાનું બાળક જેવું ગણાવ્યું. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેમને યાદ છે, તે ફિલ્મની શરૂઆતથી લઈને પૂર્ણતા સુધીના એકમાત્ર ક્રિએટર રહ્યા છે. તેમણે એકલા હાથે કહાનીને પોષી અને તેને શાળા અને કોલેજના સ્તરે લઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આટલા સમય પછી આ વાત કેમ

અમિત રાયે માને છે કે આટલા લાંબા સમય પછી પરેશ રાવલે આ મુદ્દો કેમ ઉઠાવ્યો તેનો સાચો જવાબ ફક્ત પરેશ રાવલ પોતે અથવા ફિલ્મના પ્રોડક્શન હાઉસ અને અક્ષય કુમાર જ આપી શકે છે. અમિત રાયે કટાક્ષમાં કહ્યું, "મેં આ ફિલ્મ પૂરી પ્રામાણિકતાથી લખી અને પછી તેને સ્ક્રીન પર લાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સુપરસ્ટાર અક્ષય કુમાર ચૂપ

ફિલ્મના નિર્માતા અશ્વિન વર્દેએ પરેશ રાવલના દાવાઓને ખોટા ગણાવતા એક લાંબું સત્તાવાર નિવેદન જારી કર્યું છે, તો દિગ્દર્શક અમિત રાયે પણ કાનૂની પુરાવા સાથે તેમના વલણને સમર્થન આપ્યું છે. આ બધા વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા અને સહ-નિર્માતા અક્ષય કુમારે હજુ સુધી સમગ્ર ક્રેડિટ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Paresh Rawal OMG 2 Amit Rai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ