બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 10 July 2026
1/5
ન્યૂઝીલેન્ડમાંથી એક અજીબ ડેટા સામે આવ્યો છે. આ ડેટા મુજબ ન્યુઝીલેન્ડમાં જન્મેલા દરેક આઠમા બાળકનો જન્મ હવે ભારતીય માતાથી થાય છે. ઈંટરનેશનલ પોપ્યુલેશન કોન્ફરન્સ 2025 માં રજૂ કરાયેલા સ્ટેટિસ્ટિક્સ ન્યુઝીલેન્ડ બર્થ રજીસ્ટ્રેશન ડેટા મુજબ તમામ જન્મોમાં ભારતીય માતાઓનો હિસ્સો 2008 માં 2.8% થી વધીને 2024 માં 12.6% થયો છે. મતલબ કે લગભગ દરેક આઠમા બાળકમાં ભારતીય મૂળની માતા કે ભારતીય માતા છે.
2/5
જો આ ડેટા જોઈએ તો 2008 માં આ હિસ્સો માત્ર 2.8% હતો જે 2012 માં વધીને 3.5% થયો. ત્યારબાદ 2016 માં આ આંકડો 5.5% પર પહોંચ્યો અને 2020 માં વધુ વધીને 7.9% થયો. 2024 માં, આ આંકડો 12.6% પર પહોંચ્યો છે. જે 2008 ના દર કરતા ચાર ગણાથી વધુ છે. આ ટ્રેન્ડ ત્યારે જોવા મળ્યો છે જ્યારે છેલ્લા અમુક વર્ષોમાં ન્યુઝીલેન્ડનો એકંદર પ્રજનન દર ઘટ્યો છે.
3/5
આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ ભારતમાંથી માઈગ્રેશન અને ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયનો વિકાસ છે. જેમાં છેલ્લા 20 વર્ષોમાં ભારત ન્યુઝીલેન્ડમાં માઈગ્રેશન કરનારા સૌથી મોટા સોર્સેઝ તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાંથી માઈગ્રેશન કરનારા મોટાભાગના લોકો યુવાન પુખ્ત વયના છે જેઓ ઓકલેન્ડ, હેમિલ્ટન, વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ જેવા મોટા શહેરોમાં સેટ થયા છે.
4/5
આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ન્યૂઝીલેન્ડની સ્વદેશી કે યુરોપિયન મૂળની વસ્તી ધીમે ધીમે વૃદ્ધ થઈ રહી છે. તેનાથી ઊંધું ત્યાં રહેતા ભારતીયોની ઉંમર નાની છે. મતલબ કે ભારતીયોની વસ્તીનો ઘણો હિસ્સો એવો છે કે તેઓ બાળકો પેદા કરી શકે છે. આથી જ ન્યુઝીલેન્ડમાં કુલ જન્મ દરમાં ભારતીયોનો હિસ્સો વધુ જોવા મળે છે.
5/5
તાજેતરના સેન્સસના આંકડા મુજબ ભારતીય સમુદાય ન્યુઝીલેન્ડમાં સૌથી ઝડપથી વિકસતી કોમ્યુનીટી છે. જેમાં મેડીકલ કેર, ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, શિક્ષણ, રીટેલ અને બીઝનેસ જેવા ક્ષેત્રોમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ સતત વધી રહ્યું છે.જેમાં ન્યૂઝીલેન્ડમાં લગભગ તમામ એથનિક ગ્રુપમાં પ્રજનન દરમાં ઘટાડો થયો છે પણ માઈગ્રેશન તેમની વસ્તીને નવો સેપ આપી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ