ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Tech & Auto / 3 વર્ષ બાદ મસ્કના સોશિ. મીડિયા પ્લેટફોર્મ પર ઝુકરબર્ગની રિએન્ટ્રી, પોસ્ટ મૂકતા જ...!

બિઝનેસ / 3 વર્ષ બાદ મસ્કના સોશિ. મીડિયા પ્લેટફોર્મ પર ઝુકરબર્ગની રિએન્ટ્રી, પોસ્ટ મૂકતા જ...!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 01:48 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Social Media Platform: Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ત્રણ વર્ષ પછી એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાછા ફર્યા છે.

ADVERTISEMENT

Social Media Platform: Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ત્રણ વર્ષ પછી એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાછા ફર્યા છે. 9 જુલાઈ 2026 ના તેમના ઘણા વર્ષો પછીના પહેલા ટ્વિટમાં તેમણે મેટાના નવા અને પાવરપુલ એઆઇ મોડેલ "મ્યુઝ સ્પાર્ક 1.1" ના લોન્ચની જાહેરાત કરી અને તેની સુવિધાઓ વીશે જણાવ્યુ હતું.

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ત્રણ વર્ષ પછી એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પાછા ફર્યા છે. તેમણે કંપનીના નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ મ્યુઝ સ્પાર્ક 1.1 ના લોન્ચની જાહેરાત કરી અને ડેવલપર્સ માટે નવા 'Meta Model API' નું પબ્લિક પ્રીવ્યૂં રજૂ કરવાની જાહેરાત કરી. તેમણે કંપનીની ભાવિ યોજનાઓ અને મોડેલની સુવિધાઓની પણ રૂપરેખા આપી. તેમના ટ્વિટને 12 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે મસ્કે પણ તેના ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા કટાક્ષ કર્યો છે.

ઓપનએઆઈ અને એન્થ્રોપિક સાથે સીધી સ્પર્ધા

ત્રણ વર્ષથી વધુ સમય પછી માર્ક ઝુકરબર્ગના એક્સ પરના ટ્વીટથી ખબર પડે છે કે કંપની એન્ટરપ્રાઇઝ એઆઈ મોડેલ્સ માટે ઝડપથી વિકસતા બજારમાં ઓપનએઆઈ અને એન્થ્રોપિક સાથે સીધી સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઝુકરબર્ગે પોતાના ટ્વીટમાં લખ્યું કે આજે તેઓ Muse Spark 1.1 રિલીઝ કરી રહ્યા છે. તે ખૂબ ઓછી કિંમતે એક પાવરફુલ અને મજબૂત એજન્ટિક અને કોડિંગ મોડેલ છે. તે તેમના નવા મેટા મોડેલ API અને મેટા એઆઇ દ્વારા ઉપલબ્ધ છે.

મોડેલ સુવિધાઓ

બીજી પોસ્ટમાં તેમણે મોડેલની ક્ષમતાઓ સમજાવી. તેમની પોસ્ટ અનુસાર Muse Spark 1.1 એજન્ટિક પ્રદર્શન, ટૂલ ઉપયોગ અને કમ્પ્યુટર ઉપયોગમાં સૌથી પાવરફૂલ છે.

તે 1M ટોકન કોન્ટેક્સ્ટ વિન્ડો સાથે લાંબા સમય ચાલતા કામો પર સારું પ્રદર્શન કરે છે. તે સબ-એજન્ટ્સને પણ કામ સોંપી શકે છે અને ડેસ્કટોપ, મોબાઇલ અથવા બ્રાઉઝરમાં કમ્પ્યુટર ઇન્ટરફેસનો ઉપયોગ કરવા માટે તાલીમ પામેલ છે.

ઝુકરબર્ગે પોસ્ટ કર્યું કે મેટા મોડેલ API ડેવલપર્સને પ્રથમ વખત મ્યુઝ સ્પાર્કનો ઉપયોગ કરીને કંઈપણ બનાવવાની સુવિધા આપે છે. "અમારું ધ્યાન ખૂબ જ ઓછા ખર્ચે શક્તિશાળી એજન્ટિક અને મલ્ટિમોડલ મોડેલ્સ ઉપલબ્ધ કરવા પર છે. ટૂંક સમયમાં વધુ આવી રહ્યું છે."

વધુમાં મેટાએ જાહેરાત કરી હતી કે અમેરિકામાં ડેવલપર્સ હવે મેટા મોડેલ API ના જાહેર પૂર્વાવલોકન દ્વારા મ્યુઝ સ્પાર્ક 1.1 નો ઉપયોગ કરી શકે છે. કંપની આ અપગ્રેડેડ મોડેલને કોડિંગ, એજન્ટિક વર્કફ્લો અને સોફ્ટવેર ઓટોમેશન માટે તેની અત્યાર સુધીની સૌથી સક્ષમ એઆઇ સિસ્ટમ તરીકે વર્ણવે છે. મેટા અનુસાર મ્યુઝ સ્પાર્ક 1.1 કોડ લખી અને ડીબગ કરી શકે છે, સોફ્ટવેર ટૂલ્સ સાથે ઇંટરૈક્ટ કરી શકે છે, ટેક્સ્ટ, છબીઓ અને વિડિઓ સમજી શકે છે અને ખૂબ જ ઓછા માનવ હસ્તક્ષેપ સાથે જટિલ મલ્ટી-સ્ટેપ કાર્યો પૂર્ણ કરી શકે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / ક્લેમથી લઈને પેન્શન સુધી બધું સરળ બનશે, જાણો EPFOના 9 મોટા ફેરફાર

એલોન મસ્કની પ્રતિક્રિયા

ઝકરબર્ગની પોસ્ટને અનુસરીને એલોન મસ્કે તેમની વાપસી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ઝકરબર્ગનું ટ્વીટને રી પોસ્ટ કર્યું, જેમાં લખ્યું કે એક્સ પ્રોડક્ટની જાહેરાતો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે, ખાસ કરીને જ્યારે CEO પોતે તેની જાહેરાત કરે છે. આ એક સામાન્ય પ્રેસ રિલીઝ કરતાં ઘણું વધુ આકર્ષક છે. માર્ક ઝુકરબર્ગની આ પોસ્ટ પહેલાથી જ 12 મિલિયનથી વધુ વખત મફતમાં જોવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meta Mark Zuckerberg Elon Musk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ