બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Dhamaal 4 Review ; આદી માનવજી જોડીએ ફરી હસાવી-હસાવીને પેટ દુખાડ્યું, જાણો રિવ્યૂ
Last Updated: 05:31 PM, 10 July 2026
ધમાલની ચોથી ફિલ્મ રિલીઝ થઇ છે. જેમાં પાછલા ત્રણ ભાગોની માફક 'ધમાલ 4' પણ લોકો ખુબ હસાવવાનું કામ કરી રહી છે. જેમાં દર્શકોને આ ફિલ્મ લાફ્ટર રોલરકોસ્ટર પર લઈ જવાનો પ્રયાસ કરે છે. ડાયરેક્ટર ઇન્દ્ર કુમાર ફરી પાછા ખજાનાની દુનિયામાં લઇ જાય છે જેમાં દરેક પાત્ર તેને મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. ચાલો આ ફિલ્મ વિષે જાણીએ.
ADVERTISEMENT
આ ફિલ્મની સ્ટોરી ફરી એકવાર ખજાનાની શોધની આસપાસ ફરે છે. જેમાં વિવિધ ગેંગ એક જ ડેસ્ટીનેશન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને આ દોડમાં અનેક ગેરસમજો, વિશ્વાસઘાત અને હાસ્ય પેદા થાય છે. તેની સ્ટોરી તમને આશ્ચર્યચકિત કરવાનો પ્રયાસ કરતી નથી પરંતુ સતત એવી પરિસ્થિતિઓ બનાવે છે જે હાસ્ય પેદા કરે છે. આ ફ્રેન્ચાઇઝની સૌથી મોટી ઓળખ રહી છે.
ADVERTISEMENT
આ ફિલ્મનો સૌથી શાનદાર વાત તેની સ્ટાર કાસ્ટ છે. જેમાં અજય દેવગનની કંટ્રોલ સ્ટાઈલ, રિતેશ દેશમુખનો નિર્દોષ કોમિક ટાઇમિંગ અને અરશદ વારસી અને જાવેદ જાફરી વચ્ચેની જૂની કેમેસ્ટ્રી મનોરંજન પૂરું પાડે છે. જેમાં રવિ કિશન, એક નવી એન્ટ્રી તરીકે ફિલ્મમાં એક અનોખો વળાંક ઉમેરે છે. ઘણા સીનમાં તેમનું પાઇરેટ પાત્ર મુખ્ય ફોકસમાં છે. સંજય મિશ્રાની હાજરી દરેક સીનને લાઈટ અને મનોરંજક બનાવે છે, જે તેમની સૌથી મોટી તાકાત છે.
ADVERTISEMENT
આ ફિલ્મ ટેકનિકલી ખૂબ પ્રભાવશાળી નથી લાગતી. જેમાં અમુક જગ્યાએ VFX કમજોર પડે છે અને મોટા પડદા પર તેનો થોડો પ્રભાવ નથી. પણ બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મની એનર્જી જાળવી રાખે છે. આ ફિલ્મમાં અનેક સિનેમેટિક રેફરન્સ છે જે દર્શકોના ચહેરા પર હાસ્ય લાવે છે. જેમાં હોલીવુડ અને બોલિવૂડ બંનેની ફેમસ ફિલ્મોને હળવાશથી સમાવવામાં આવી છે. જે માત્ર શો માટે નહીં પરંતુ કોમેડીમાં હિસ્સો બની રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
"ધમાલ 4" ની સૌથી મોટી બાબત એ છે કે તે ખુદને ખૂબ ગંભીરત નથી બનાવતી. આ ફિલ્મનો એકમાત્ર હેતુ મનોરંજન કરવાનો છે અને તે તે ટ્રેક પર જ ચાલે છે. જો તમે સ્ટોરીમાં ડેપ્થ શોધી રહ્યા છો તો તમને નિરાશા થઈ શકે છે. પરંતુ જો તમે પરિવાર કે મિત્રો સાથે બે કલાક માટે મુડ ફ્રેશ કરવા માંગો છો તો આ ફિલ્મ સારો સમય આપવાનું કામ કરે છે. જેમાં ચાહકો માટે તે મનોરંજક અને સંતોષકારક સાબિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.