બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા BAN થઇ જશે? PMએ કરી ઓસ્ટ્રેલિયાના કાયદાની પ્રશંસા
Last Updated: 01:46 PM, 10 July 2026
India Social Media Ban : ભારતમાં પણ શું 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ થઈ શકે? આ સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના બાળકોને સોશિયલ મીડિયાથી સુરક્ષિત રાખવા માટે બનાવાયેલા કાયદાની પ્રશંસા કરી છે. જોકે, હાલ ભારત સરકાર દ્વારા આવા કોઈ કાયદાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
PM મોદીએ શું કહ્યું?
ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલન દરમિયાન મેલબોર્નમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝની હાજરીમાં જણાવ્યું કે, માહિતી ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા સંબંધિત કાયદાઓમાં ઓસ્ટ્રેલિયાએ જે સુધારા કર્યા છે, તે સમાજની સુરક્ષા માટે પ્રેરણાદાયક છે. તેમણે ખાસ કરીને બાળકોને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયાએ લીધેલા પગલાંની પ્રશંસા કરી અને કહ્યું કે ભારત સહિત અન્ય દેશો પણ તેમાંથી ઘણું શીખી રહ્યા છે.
ADVERTISEMENT
''સોશિયલ મીડિયા કી દુનિયા મેં જીસ પ્રકાર સે આપ...'', જુઓ શું કહી રહ્યાં છે PM મોદી?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2026
Video Source: Social Media#PMModi #SocialMedia #India #DigitalSafety #Technology #News #VTVDigital pic.twitter.com/VGIXuyOUlp
શું છે ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો?
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ છે, જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદો ડિસેમ્બર 2025થી અમલમાં આવ્યો હતો. ત્યારબાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે TikTok, Instagram, Facebook, YouTube, X (Twitter) અને Snapchat જેવા પ્લેટફોર્મ પર નવા એકાઉન્ટ બનાવવાની મંજૂરી નથી. સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને વપરાશકર્તાની ઉંમરની ચકાસણી માટે કડક વ્યવસ્થા અમલમાં મૂકવાની પણ સૂચના આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાના આ નિર્ણય બાદ અનેક દેશોમાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ અંગે ચર્ચા તેજ બની છે. બ્રિટનના કાર્યકારી વડાપ્રધાન કીર સ્ટાર્મરે પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર નિયંત્રણ અને ગેમિંગ તેમજ લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ જેવી યોજનાઓની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે વિવિધ પ્રકારના નિયંત્રણો અમલમાં મૂક્યા છે. જ્યારે ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ આવા નિયમો પર વિચારણા કરી રહ્યા છે.
ભારતમાં પણ આવશે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2026
ભારતમાં પણ શું 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ થઈ શકે? આ સવાલ ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના બાળકોને સોશિયલ મીડિયાથી સુરક્ષિત રાખવા માટે બનાવાયેલા કાયદાની પ્રશંસા કરી… pic.twitter.com/fyOdBBvZgz
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના નિર્ણયની પ્રશંસા કરી હોવાને કારણે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં ભારત પણ આ પ્રકારનું કોઈ પગલું ભરી શકે. જોકે, હાલમાં ભારત સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ભારત સરકાર પહેલાથી જ બાળકોના ડિજિટલ ડેટાની સુરક્ષા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ ચૂકી છે.
તાજેતરમાં અમલમાં આવેલા Digital Personal Data Protection Act હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે માતા-પિતાની મંજૂરી જરૂરી બનાવવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ સુરક્ષિત બનાવવા માટે પણ સતત પ્રયાસો થઈ રહ્યા છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ગોવા જેવા કેટલાક રાજ્યોએ પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : યુઝરનેમ ફીચર પર વોટ્સએપએ આપ્યો જવાબ, હવે સરકાર કરશે નિર્ણય
નિષ્ણાતોના મતે ભારત માટે ઇન્ટરનેટ બાળકોના શિક્ષણ અને ડિજિટલ વિકાસનું મહત્વનું સાધન છે. તેથી દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ લાવવાને બદલે Parental Control ઉંમર ચકાસણી અને સુરક્ષિત ડિજિટલ ઉપયોગ પર વધુ ભાર મૂકવાની શક્યતા વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.