બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રેકેટનો પર્દાફાશ, અમદાવાદમાં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

ગેરકાયદે નેટવર્ક / રેકેટનો પર્દાફાશ, અમદાવાદમાં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

Priykant Shrimali

Last Updated: 02:14 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime : કાયદાને બાયપાસ કરી બેબી માર્કેટનો કાળો કારોબાર, દત્તકના નામે ડીલ! લાખોમાં વેચાતાં નવજાત બાળકો

Ahmedabad Crime : વટવામાં ર૦ દિવસની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દેવાની ઘટના માત્ર એક પોલીસ કેસ નથી. આ ઘટનાએ ગેરકાયદે બાળક દત્તક લેવાના કાળા કારોબાર તરફ ફરી એક વાર ધ્યાન દોર્યું છે. બાળકોનાં ખરીદ-વેચાણનું નેટવર્ક વર્ષોથી વિવિધ રાજ્યમાં સક્રિય છે અને તેમાં વચેટિયાઓ, ગરીબ પરિવારો, નકલી દસ્તાવેજો તથા બાળક દત્તક લેવા આતુર દંપતીઓ સુધીની આખી સાંકળ કામ કરતી હોય છે. કાયદાને બાયપાસ કરીને બેબી માર્કેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.

ભારતમાં બાળકને દત્તક લેવાની કાયદેસર પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રસ્તો અપનાવે છે. ખાસ કરીને નવજાત બાળકની માગ સૌથી વધુ હોવાથી આવાં બાળકો માટે લાખો રૂપિયાના સોદા થતા હોવાના અનેક કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આવા રેકેટમાં સૌથી પહેલાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર નજર રાખવામાં આવે છે. કેટલીક વખત કુંવારી માતાઓ અથવા ગંભીર આર્થિક સંકટમાં રહેલી મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે. બાળકના બદલામાં રોકડ રકમની ઓફર કરીને બાળકને જન્મ બાદ તરત જ અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં વચેટિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બાળક લેવા ઇચ્છતા દંપતી અને બાળક આપનાર વ્યક્તિ વચ્ચે કડી તરીકે કામ કરે છે. ત્યાર બાદ ખોટાં જન્મ પ્રમાણપત્ર, નકલી હોસ્પિટલ રેકોર્ડ અને દત્તકના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સમગ્ર સોદાને કાયદેસર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પણ આવા રેકેટ માટે માધ્યમ બન્યું છે. વોટ્સએપ ગ્રૂપ, ફેસબુક અને ઓળખાણના નેટવર્ક દ્વારા બાળક દત્તક લેવા ઇચ્છતા લોકો સુધી પહોંચવામાં આવે છે. ત્યાર બાદ લાખો રૂપિયામાં બાળકનો સોદો કરવામાં આવે છે. ગેરકાયદે દત્તક લેવાયેલા બાળકને ભવિષ્યમાં પોતાની ઓળખ, વારસાગત અધિકાર અને જન્મના રેકોર્ડ જેવી અનેક કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કાયદેસર પ્રક્રિયા સિવાય બાળક દત્તક લેવું કે આપવું ગંભીર ગુનો ગણાય છે.

રેકેટની આખી ચેઈન કેવી રીતે કામ કરે છે?

  • ગરીબ અથવા લાચાર પરિવારોની ઓળખ કરવામાં આવે છે.
  • બાળકના બદલામાં રોકડ રકમની ઓફર થાય છે.
  • વચેટિયાઓ બાળક લેવા ઇચ્છતાં દંપતી શોધે છે.
  • બાળકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
  • નકલી દસ્તાવેજોના આધારે બાળકને કાયદેસર બતાવવાનો પ્રયાસ થાય છે.

કોનાં બાળકો સૌથી વધુ નિશાન પર?

  • અત્યંત ગરીબ પરિવારોનાં નવજાત બાળકો
  • કુંવારી માતાઓનાં બાળકો
  • મજૂરવર્ગ અને સ્લમ વિસ્તારમાં જન્મેલાં બાળકો
  • હોસ્પિટલમાં જન્મેલાં અને પરિવારથી અલગ પડેલાં બાળકો
  • કેટલાક કેસોમાં અપહરણ કરાયેલાં બાળકો

નકલી દસ્તાવેજોનો ખેલ

  • ખોટાં જન્મ પ્રમાણપત્ર
  • બનાવટી હોસ્પિટલ રેકોર્ડ
  • નકલી દત્તક કરાર
  • અન્ય મહિલાના નામે માતૃત્વ દર્શાવતા દસ્તાવેજો
  • કોર્ટની પ્રક્રિયા વગર તૈયાર કરાયેલા કાગળો

કાયદેસર દત્તક લેવાની પ્રક્રિયા

  • માત્ર CARA (Central Adoption Resource Authority) મારફતે જ કાયદેસર દત્તક લઈ શકાય
  • ઓનલાઈન નોંધણી ફરજિયાત છે
  • સોશિયલ વર્કર દ્વારા હોમ સ્ટડી થાય છે
  • બાળકની ફાળવણી પછી કોર્ટની મંજૂરી જરૂરી છે
  • નવજાત બાળક માટે સામાન્ય રીતે બેથી ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

સ્પા સંચાલિકાએ બાળક લીધું ને પોલીસની એન્ટ્રી થઈ

અમદાવાદમાં અગાઉ એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ કોઈ કાયદેસર પ્રક્રિયા વિના અન્ય મહિલાને બાળક સોંપ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે બાળક અને જન્મ આપનાર માતાનું ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું. ડીએનએ મેચ થયા બાદ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરીને જ બાળક દત્તક આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેને લઇ મોટા સમાચાર, ગડકરી-CMની બેઠક રંગ લાવી

ATS અને ક્રાઈમ બ્રાંચે બાળ તસ્કરીનું મોટું રેકેટ ઝડપ્યું હતું

ફેબ્રુઆરી-ર૦ર૬માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ઉપરાંત તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સુધી ફેલાયેલા આ નેટવર્કમાંથી પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવ્યું હતું. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધારો સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારના વધુ બે આરોપીઓની સંડોવણી પણ સામે આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ એજન્ટો પાસેથી આશરે રૂ. પાંચ લાખમાં નવજાત બાળક ખરીદતા, ત્યાર બાદ સંતાનસુખથી વંચિત દંપતીને રૂ. ૧પ લાખ સુધીમાં વેચતા હતા. બાળકને કાયદેસર હોવાનું દર્શાવવા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોના સહારે બોગસ જન્મ પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા, જેથી બાળક ખરીદનાર દંપતીને કાયદાકીય મુશ્કેલી ન પડે. સમગ્ર કેસમાં બાળ તસ્કરીના સંગઠિત નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Child Trafficking Baby Trafficking
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ