બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:07 PM, 8 July 2026
ટીમ ઇન્ડિયા T20 મેચમાં ઇંગ્લેન્ડ સામે ભુંડી રીતે હાર્યું છે. મંગળવારે સિરીઝની બીજી મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. T20 ઈંટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં આ ભારતનો સૌથી મોટો પરાજય છે અને આ પહેલી વાર હતું જ્યારે સામેની ટીમે તેમને 100 કે તેથી વધુ રનના માર્જિનથી હરાવ્યું હોય.
ADVERTISEMENT
આ કારમાં પરાજય બાદ ઇંગ્લેન્ડે પાંચ મેચની T20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની શાનદાર ફિફટીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની બેટિંગ લાઇન-અપ કોલેપ્સ થઇ ગઈ હતી. જેમાં ભારતીય બેટ્સમેન ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો જોશ ટોંગ (4/28) અને જોફ્રા આર્ચર (3/29) ની બોલિંગ સામે ટકી શક્યા નહતા. અને આખી ટીમ ઇન્ડિયા 11.4 ઓવરમાં માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું.
ADVERTISEMENT
125 રનની આ હારથી ફરી એકવાર ભારતીય ક્રિકેટ ઇતિહાસના અમુક કડવી જૂની યાદો તાજી થઇ છે. જેમાં રનની દ્રષ્ટિએ ભારતની 5 સૌથી મોટી T20 હારની નીચે મુજબ છે. જેમાં નોટિંગહામમાં આ હાર હવે ભારતીય T20 ઇતિહાસમાં સૌથી મોટી હાર બની ગઈ છે. આ હાર 125 રનથી થઇ છે.
ADVERTISEMENT
આગાઉ ન્યુઝીલેન્ડે ભારતની સૌથી મોટી હારનો રેકોર્ડ હતો. જેમાં વર્ષ 2019 માં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા વેલિંગ્ટન ખાતે 219 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારત માત્ર 139 રનમાં જ આઉટ થઈ ગયું અને 80 રનની ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
વર્ષ 2026 માં ICC મેન્સ T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં સાઉથ આફ્રિકાએ ભારતને કારમી હાર આપી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી તેણે માત્ર 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આફ્રિકાએ શાનદાર વાપસી કરીને 187/7નો સ્કોર કર્યો બનાવ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 18.5 ઓવરમાં માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ભારતનો 76 રનથી ત્રીજો સૌથી મોટો પરાજય હતો.
ADVERTISEMENT
વર્લ્ડ કપ પહેલા સાઉથ આફ્રિકાએ ડિસેમ્બર 2025માં ન્યૂ ચંદીગઢમાં રમાયેલી સીરીઝમાં બીજા T20Iમાં પણ ભારતને કારમો પરાજય આપ્યો હતો. જેમાં ક્વિન્ટન ડી કોકની ધમાકેદાર 90 રનની ઇનિંગ્સથી આફ્રિકાએ 213/4નો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ભારત 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જેના કારણે મેચ 51 રનથી હારી ગઈ હતી. આ ચોથા નનંબરની મોટા માર્જીનવાળી હાર છે.
ADVERTISEMENT
વર્ષ 2026માં ન્યુઝીલેન્ડે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ટિમ સીફર્ટે માત્ર 36 બોલમાં 62 રનની ધમાકેદાર ઇનિંગ રમીને તેની ટીમને 215/7 સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. તેના જવાબમાં મિશેલ સેન્ટનરના સ્પિન (3/26) ના જાળમાં ટીમ ઇન્ડિયા ફસાઈ ગઈ હતી. જેમાં ભારત 18.4 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ આ મેચમાં 50 રનથી હાર થઈ હતી. આ પાંચમાં નંબરની મોટા માર્જીનવાળી હાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.