ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં આકાશી આફતે લીધો 19 લોકોનો જીવ, 10થી વધુ પરિવાર પર તૂટ્યું આભ

તબાહી / સુરતમાં આકાશી આફતે લીધો 19 લોકોનો જીવ, 10થી વધુ પરિવાર પર તૂટ્યું આભ

Published By: Vishal Khamar

Last Updated: 08:33 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ત્રાટકેલા ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. 24 કલાકમાં આકાશી આફતમાં 10 લોકોના મોત નિપજ્યા છે.

ADVERTISEMENT

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં આકાશી આફત બનીને વરસેલા વરસાદે શહેરમાં અનેક દુર્ઘટનાઓ સર્જી છે, જેમાં 10 લોકોનાં મોત થયા છે. સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

9 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત

મળતી માહિતી મુજબ, સુરતમાં એક જ દિવસમાં 9 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે આજે વધુ એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે અનેક લોકો જોખમમાં મુકાયા છે.

ત્રણ દિવસમાં 19 લોકોએ જીવ ગુમાવ્યો

છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓથી શહેરના અનેક પરિવારો પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. 10થી વધુ પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

ભારે વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ડિંડોલીમાં હોસ્પિટલ સફાઈ કામદારનું પૂરના પાણીમાં મોત

ડિંડોલીના મહાદેવ નગરમાં રહેતા 58 વર્ષીય પ્રસાદ વીરચંદ કાપડે સગરામપુરા સ્થિત મહાવીર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. મંગળવારે સાંજે નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે તેઓ રસ્તામાં ભરાયેલા વરસાદી પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા. બુધવારે સવારે ડિંડોલી સાઈ પોઈન્ટ નજીક આવેલી કવિતા મેડિકલ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

પુણાગામમાં બે પ્રૌઢના ડૂબી જવાથી મોત

પુણાગામના જમના નગરમાં રહેતા 45 વર્ષીય મહેશભાઈ દુલાભાઈ ઝાલોદરા મંગળવારે વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. બુધવારે સવારે જમનાબા સ્કૂલ સામે પીર ફળિયા પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઉપરાંત પુણાગામના ભયાનગર, વિષ્ણુ નગર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પરેશસિંહ માનસિંહ ખેંગારનું પણ વરસાદી પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘર નજીકથી જ તેમનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

સચિનમાં મિલ હેલ્પર પૂરમાં તણાયા

સચિન નર્મદા હાઉસિંગમાં રહેતા 41 વર્ષીય સંજીત ત્રિવેણી મહંતો સ્થાનિક મિલમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. મંગળવારે સાંજે કંપનીમાંથી ઘરે જતા સમયે તેઓ અચાનક પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. બુધવારે સવારે પાલી ગામની આગમ નવકાર સોસાયટી પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

પાંડેસરામાં કિશોર અને માસૂમ બાળકે ગુમાવ્યો જીવ

પાંડેસરા રામજી મંદિર નજીક સંદીપ નગરમાં રહેતો 16 વર્ષીય સત્યન રામબરન શ્રીવાસ્તવ ચાની લારી પર મજૂરી કરતો હતો. મંગળવારે સાંજે કામ પરથી પરત ફરતી વખતે તે વરસાદી પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિકોએ તેને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બીજી ઘટનામાં પાંડેસરાના નાગસેન નગર, જનકપુરી સોસાયટીમાં રહેતો 9 વર્ષીય અનુભવ ધર્મેન્દ્રકુમાર કોળી ઘર નજીક રમતા રમતા વરસાદી પાણીમાં ડૂબી ગયો હતો. બુધવારે સવારે તેનો મૃતદેહ મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ઉન પાટિયામાં બે સગા ભાઈઓના કરુણ મોત

ઉન સંજય નગરમાં રહેતા 21 વર્ષીય હારુન અખ્તર અંસારી અને 18 વર્ષીય ફારુક અખ્તર અંસારી હજીરાની એક કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે રાત્રે બંને ભાઈઓ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર નજીક જ રસ્તા પર ભરાયેલા ભારે વરસાદી પ્રવાહમાં તેઓ બાઈક સાથે તણાઈ ગયા હતા. સવારે શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બે યુવાન દીકરાઓના એકસાથે મોતથી પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ હતી.

બહેનના ઘરે દૂધ આપવા ગયેલા યુવકનું કરંટ લાગવાથી મોત

ભીમરાડ પટેલ ફળિયામાં રહેતા 20 વર્ષીય દેવ મનસુખભાઈ પટેલ ડિજિટલ પ્રિન્ટિંગનું કામ કરતા હતા. બુધવારે સવારે તેઓ ડુંગળી ફળિયામાં રહેતી બહેનના ઘરે દૂધ આપવા ગયા હતા.

આ પણ વાંચોઃ ગુસ્સો શાંત કરાવવાની આશાએ તાંત્રિક પાસે લઈ ગયેલી 17 વર્ષની દીકરી પર બે વખત દુષ્કર્મ, બીજી વખત વીડિયો બનાવી પોલ ખોલી

દરમિયાન ફ્રિજ બંધ હોવાથી તેને ચાલુ કરવા જતા ભેજવાળા વાતાવરણમાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વરસાદી પાણી અને વીજ જોખમને કારણે થયેલા આ બનાવોએ સુરતમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ અને ભીના વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat heavy rain Surat rain tragedy Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ