બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:14 PM, 8 July 2026
અભિનેતા રિષભ શેટ્ટી જાણીતુ નામ છે, તેમણે જ 'કાંતારા' ફિલ્મ દ્વારા કન્નડ ફિલ્મ ઇન્ડરસ્ટ્રીને વૈશ્વિક ઓળખ અપાવી હતી. 'કાંતારા' ફ્રેન્ચાઇઝીની બંને ફિલ્મોએ જબરદસ્ત વ્યાવસાયિક સફળતા હાંસલ કરી છે.
ADVERTISEMENT
રિષભ અત્યારે ત્રીજા ભાગ, 'કાંતારા: ચેપ્ટર 2'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. દક્ષિણ ભારતના આ સુપરસ્ટારે તાજેતરમાં આ બાબતે ખુલીને વાત કરી હતી અને 'કાંતારા 3' પર ચાલી રહેલા કામના વર્તમાન તબક્કા વિશે માહિતી આપી હતી.
કાંતારા 3 પર શું બોલ્યા રિષભ
ADVERTISEMENT
રિષભ શેટ્ટીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. વાતચીત દરમિયાન, તેમને કાંતારાના ત્રીજા ભાગ ખાસ કરીને કાંતારા: ચેપ્ટર 2 અને દિગ્દર્શન વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં અભિનેતાએ કહ્યું, અમે અત્યારે 'કાંતારા: ચેપ્ટર 2' પર કામ કરી રહ્યા છીએ. હું દિગ્દર્શનથી દૂર રહી શકતો નથી. દિગ્દર્શન મને માનસિક શાંતિ અને ખુશી આપે છે. મારી લેખકોની ટીમ મારી સાથે છે અને અમે આ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT
રિષભ માત્ર દિગ્દર્શક તરીકે જ નહીં, પરંતુ નિર્માતા તરીકે પણ પોતાની મહત્વાકાંક્ષાઓનો વિસ્તાર કરી રહ્યા છે. તેઓ તેમના બેનર 'રિષભ શેટ્ટી ફિલ્મ્સ' હેઠળ આ વર્ષના અંત સુધીમાં બે નવી ફિલ્મોની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ ઉપરાંત, રિષભ શેટ્ટીએ તેમની આગામી ફિલ્મો વિશે વાત કરી છે, જેમાં જય હનુમાન અને ધ પ્રાઇડ ઓફ ભારત - છત્રપતિ શિવાજી મહારાજનો સમાવેશ થાય છે. એક તરફ, તેઓ જય હનુમાનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ તરત જ તેઓ ઐતિહાસિક બાયોપિક ધ પ્રાઇડ ઓફ ભારત - છત્રપતિ શિવાજી મહારાજનું શૂટિંગ શરૂ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગોકુલધામ સોસાયટી તોડી પાડવામાં આવી? જાણો શું છે વાયરલ વીડિયો પાછળનું સત્ય
જય હનુમાન અગામી ફિલ્મ
ADVERTISEMENT
હનુ-માન દિગ્દર્શક પ્રશાંત વર્માની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ જય હનુમાનમાં ઋષભ શેટ્ટી ભગવાન હનુમાનની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મોના ક્રમ અંગે, ઋષભ જણાવે છે કે જય હનુમાન અને છત્રપતિ શિવાજી મહારાજ બાયોપિકના પાત્રો માટે શારીરિક જરૂરિયાતો એટલી અલગ છે કે તે તેમને એકસાથે શૂટ કરી શકતા નથી. તેથી જય હનુમાન પહેલા ફિલ્માવવામાં આવશે, ત્યારબાદ ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ ફિલ્માવવામાં આવશે. તેમને બંને ફિલ્મો માટે અલગ અલગ દેખાવ જાળવવાની જરૂર પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.