ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / આગ લાગતા બાથરૂમમાં પુરાયા, ગૂંગળામણથી મોત, અમેરિકામાં નડિયાદના એક જ પરિવારના 3 લોકોએ ગુમાવ્યો જીવ
Last Updated: 05:30 PM, 2 July 2026
ADVERTISEMENT
અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના વોર્સેસ્ટર (Worcester) શહેરમાં થયેલી ભીષણ આગની દુર્ઘટનામાં ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાએ નડિયાદ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાવી છે.
ADVERTISEMENT
મૃતકોમાં હિતેશભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન સુથાર અને તેમની 20 વર્ષીય પુત્રી ઇશાનીનો સમાવેશ થાય છે. પરિવાર છેલ્લા લગભગ બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને રોજગાર માટે ત્યાં રહેતો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, જે રહેણાંક મકાનમાં પરિવાર રહેતો હતો ત્યાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતા ધુમાડો પણ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે હિતેશભાઈ, તેમની પત્ની અને પુત્રી બાથરૂમમાં બંધ થઈ ગયા હતા, પરંતુ ધુમાડો અંદર ભરાઈ જતાં તેઓ ગૂંગળાઈ ગયા હતા.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની તીવ્રતા અને ધુમાડાના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. જ્યારે ટીમ પરિવાર સુધી પહોંચી ત્યારે ત્રણેયના મોત થઈ ચૂક્યા હતા. પ્રાથમિક તપાસમાં ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ સ્થાનિક ફાયર વિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- 'હકાભા ગઢવીની ઉપવાસ આંદોલનમાં 'નો એન્ટ્રી'નો મામલો ગરમાયો, નિલેશ એરવાડિયા સાથેનો ઓડિયો વાયરલ
ADVERTISEMENT
પરિવારના અચાનક નિધનના સમાચાર નડિયાદ પહોંચતા જ તેમના સગા-સંબંધીઓ અને ઓળખીતાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પાર્થિવ દેહને ભારત લાવવાની પ્રક્રિયા માટે ભારતીય દૂતાવાસ અને સ્થાનિક તંત્ર સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ દુર્ઘટનાએ વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોમાં પણ ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT