ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / 'હકાભા ગઢવીની ઉપવાસ આંદોલનમાં 'નો એન્ટ્રી'નો મામલો ગરમાયો, નિલેશ એરવાડિયા સાથેનો ઓડિયો વાયરલ

ખેડૂત આંદોલન / 'હકાભા ગઢવીની ઉપવાસ આંદોલનમાં 'નો એન્ટ્રી'નો મામલો ગરમાયો, નિલેશ એરવાડિયા સાથેનો ઓડિયો વાયરલ

Published By: Kalpesh Kandoria

Last Updated: 05:21 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલનને સમર્થન આપનાર લોકગાયક હકાભા ગઢવી અને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા વચ્ચે થયેલી કથિત ફોન વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

ADVERTISEMENT

ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરનાર લોકગાયક હકાભા ગઢવી અને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા વચ્ચે થયેલી એક કથિત ફોન વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, જોકે તેમાં ખેડૂત આંદોલન, સરકાર સાથેની સંભવિત મંત્રણા અને હકાભા ગઢવીને આંદોલન છાવણીમાં આવવા અંગે થયેલી ચર્ચા સાંભળવા મળે છે.

વાયરલ ઓડિયોમાં નિલેશ એરવાડિયા દાવો કરે છે કે ખેડૂત સમિતિની બેઠકમાં સરકાર સાથે ચર્ચા માટે ત્રણ શરતો નક્કી કરવામાં આવી હતી. પ્રથમ, મુખ્યમંત્રી તરફથી લેખિત આમંત્રણ આપવામાં આવે. બીજી, રાજ્યભરમાં ચાલી રહેલા વીજ લાઇનના કામને સરકાર લેખિત પરિપત્ર જાહેર કરીને અટકાવે. જ્યારે ત્રીજી શરત મુજબ સરકાર જે પ્રસ્તાવ આપવા માંગે છે તેનો કાચો ડ્રાફ્ટ લેખિતમાં આપવામાં આવે, જેથી કાનૂની નિષ્ણાતોની સલાહ લઈને તેના પર વિચારણા કરી શકાય.

ઓડિયો અનુસાર, નિલેશ એરવાડિયા હકાભા ગઢવીને જણાવે છે કે આ ત્રણેય મુદ્દાઓ સરકાર તરફથી લેખિતમાં મળે ત્યાર બાદ જ સમિતિ સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર થશે અને કોઈપણ વ્યક્તિ સરકાર પાસેથી આ લેખિત ખાતરી લઈને આવે તો તેને આગેવાની આપવાનો પણ વાંધો નહીં હોય.

જવાબમાં હકાભા ગઢવી સ્પષ્ટ કહેતા સંભળાય છે કે તેમને આગેવાન બનવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ તેઓ માત્ર ખેડૂત આંદોલનમાં હાજરી આપી ખેડૂતોની સાથે ઊભા રહેવા માંગતા હતા. હકાભા પ્રશ્ન કરે છે કે "મને અગાઉના દિવસે છાવણીમાં આવવાની ના કેમ પાડવામાં આવી."

તેના જવાબમાં નિલેશ એરવાડિયા સમજાવે છે કે સમિતિના નિર્ણયને કારણે તે સમયે તેમને આવવાની ના કહેવામાં આવી હતી અને આ નિર્ણય કોઈ વ્યક્તિગત કારણસર નહોતો. તેઓ કહે છે કે સમિતિએ નક્કી કર્યું હતું કે સરકાર તરફથી ત્રણેય મુદ્દાઓ પર લેખિત ખાતરી મળ્યા વગર કોઈપણ પ્રકારની ચર્ચા કે મધ્યસ્થી કરવામાં નહીં આવે.

વાતચીત દરમિયાન હકાભા ગઢવી પોતાની નારાજગી પણ વ્યક્ત કરતા સંભળાય છે. તેઓ કહે છે કે ખેડૂત આંદોલનને ખુલ્લેઆમ સમર્થન આપ્યા બાદ તેઓ સરકારના વિરોધી તરીકે ઓળખાઈ રહ્યા છે, પરંતુ હવે ખેડૂત આગેવાનો જ તેમને છાવણીમાં આવવાની ના પાડતા હોવાથી તેઓ મૂંઝવણમાં મુકાયા છે. તેઓ એવી પણ વાત કરે છે કે જો તેમની જરૂર ન હોય તો તેઓ જાહેરમાં કહી દેશે કે હવે તેઓ આંદોલનથી અલગ થઈ રહ્યા છે.

ઓડિયોમાં નિલેશ એરવાડિયા વારંવાર કહેતાં સાંભળવા મળે છે કે હકાભા ગઢવી સામે તેમને કોઈ વ્યક્તિગત વાંધો નથી અને તેઓ જ્યારે ઇચ્છે ત્યારે છાવણીમાં આવી શકે છે. જોકે સરકાર સાથે કોઈ પણ પ્રકારની મધ્યસ્થી અથવા રજૂઆત સમિતિના નિર્ણય મુજબ જ થશે અને કોઈ વ્યક્તિગત સ્તરે નહીં થાય. પરંતુ જ્યારે હકાભા ઈ કહ્યું કે હકાભા થી વાંધો ના હોય તો હું આંદોલન છાવણીમાં 10 મિનિટ માટે આવી જઉં, તો સામેથી સ્પષ્ટ ના પાડી દીધી કે ના તમે અત્યારે આવશો નહીં.

આ પણ વાંચો- ગુજરાતમાં મેઘતાંડવની આગાહી: 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ, અનેક જિલ્લામાં Red Alert

અંતે હકાભા ગઢવી ફરી એકવાર જણાવે છે કે તેમનો હેતુ માત્ર ખેડૂતોની વચ્ચે રહેવાનો છે, આગેવાની કરવાનો નહીં. બીજી તરફ નિલેશ એરવાડિયા અને તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિ હકાભા ને સલાહ આપે છે કે જો સરકાર સાથે તેમના સારા સંબંધો હોય તો ત્રણેય મુદ્દાઓ પર લેખિત ખાતરી મેળવવાનો પ્રયાસ કરે અને ત્યારબાદ સમિતિ સાથે ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ કોઈપણ પક્ષ દ્વારા કરવામાં આવી નથી. તેથી વાયરલ ઓડિયોમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે ખાતરી થઈ શકી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest Gujarat Nilesh Ervadiya Hakabha Gadhvi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ