બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / SRHની માલકણ કાવ્યા મારન બનશે દુલ્હન! આ શખ્સ સાથે કરશે લગ્ન, જુઓ ફોટા

photo-story

8 ફોટો ગેલેરી

PHOTOS / SRHની માલકણ કાવ્યા મારન બનશે દુલ્હન! આ શખ્સ સાથે કરશે લગ્ન, જુઓ ફોટા

Last Updated: 07:39 PM, 30 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અનિરુદ્ધ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. સૌથી ચોંકાવનારી અને રસપ્રદ વાત એ છે કે, આ મ્યુઝિશિયનની થનારી દુલ્હન બીજું કોઈ નહીં પણ IPL ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની લોકપ્રિય માલકણ કાવ્યા મારન છે.

1/8

photoStories-logo

1. SRHની માલકણ કાવ્યા મારન બનશે દુલ્હન! આ શખ્સ સાથે કરશે લગ્ન, જુઓ ફોટા

સાઉથ અને હિન્દી સિનેમામાં પોતાના શાનદાર સંગીતથી ધમાકો કરનાર પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર અનિરુદ્ધ રવિચંદરના લગ્નની ચર્ચાઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, અનિરુદ્ધ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. સૌથી ચોંકાવનારી અને રસપ્રદ વાત એ છે કે, આ મ્યુઝિશિયનની થનારી દુલ્હન બીજું કોઈ નહીં પણ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની લોકપ્રિય માલકણ કાવ્યા મારન (Kavya Maran) છે. બંનેના લગ્ન નક્કી થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. લગ્નની વાત પર લાગી મહોર

અનિરુદ્ધના અંકલ (કાકા) અને જાણીતા અભિનેતા વાય. જી. મહેન્દ્રએ કાવ્યા મારન સાથેના આ લગ્નના સમાચારને કન્ફર્મ કર્યા છે. તેમણે 'KPTV' ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં લગ્ન અંગે વાત કરતા જણાવ્યું કે, મને જેટલી માહિતી મળી છે તે મુજબ એ વાત બિલકુલ નક્કી છે કે બંને લગ્ન કરી રહ્યા છે. લગ્નની તિવારીઓ પણ ધૂમધામથી ચાલી રહી છે. જો કે, હજુ સુધી અનિરુદ્ધ અથવા કાવ્યા મારન તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કોણ છે અબજોપતિ કાવ્યા મારનના વરરાજા અનિરુદ્ધ?

હવે જ્યારે આ હાઈ-પ્રોફાઈલ લગ્નની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કાવ્યા મારનના થનારા પતિ અનિરુદ્ધ રવિચંદર વિશેની કેટલીક ખાસ વાતો પણ જાણી લઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સુપરસ્ટાર રજનીકાંત સાથે સંબંધ

અનિરુદ્ધ ચેન્નઈના એક જાણીતા ફિલ્મી પરિવારથી તાલુક રાખે છે. તેના પિતા રવિ રાઘવેન્દ્ર જાણીતા અભિનેતા છે અને માતા લક્ષ્મી રવિચંદર ક્લાસિકલ ડાન્સર છે. આ સાથે જ અનિરુદ્ધ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો નજીકનો સંબંધી (રીલેટીવ) પણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. 21 વર્ષની ઉંમરે ગ્લોબલ હિટ

અનિરુદ્ધ એક સુપર ટેલેન્ટેડ મ્યુઝિક કંપોઝર, પ્રોડ્યુસર અને પ્લેબેક સિંગર છે. તેણે માત્ર 21 વર્ષની નાની ઉંમરે બ્લોકબસ્ટર ગીત 'વ્હાય ધીસ કોલાવેરી ડી' (Why This Kolaveri Di) કંપોઝ કરીને સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. આજે તે સાઉથ ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા મ્યુઝિક ડિરેક્ટર્સમાં સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. લંડનથી લીધી છે શિક્ષા

અનિરુદ્ધે લંડનની પ્રતિષ્ઠિત 'ટ્રિનિટી કોલેજ ઓફ મ્યુઝિક' માંથી ક્લાસિકલ પિયાનો શીખ્યો છે. ત્યારબાદ તેણે ચેન્નઈની 'સાઉન્ડટેક મીડિયા ઓડિયો એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ' માંથી સાઉન્ડ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પણ મેળવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બોલિવૂડ અને સાઉથમાં મોટું નામ

તેણે સાઉથ સિનેમાના કમલ હાસન, જુનિયર એનટીઆર, થલપતી વિજય અને અલ્લુ અર્જુન જેવા દિગ્ગજોની ફિલ્મોમાં સંગીત આપ્યું છે. આ ઉપરાંત બોલિવૂડમાં શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'જવાન' (Jawan) નું બેકગ્રાઉન્ડ સ્કોર અને મ્યુઝિક પણ અનિરુદ્ધે જ તૈયાર કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. બંનેના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ

ઉંમરની વાત કરીએ તો અત્યારે અનિરુદ્ધ રવિચંદર 36 વર્ષનો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારન 34 વર્ષની છે. આ બંનેના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

KavyaMaran AnirudhRavichander KavyaAnirudhWedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ