બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / 'નકલી' પિઝા ડિલિવરી કૌભાંડની જાળમાં ફસાયેલા ભારતીય મૂળના યુવકની નિર્મમ ગોળી મારીને હત્યા
Last Updated: 12:36 PM, 7 June 2026
તેલંગાણાના 28 વર્ષીય ભારતીય વ્યક્તિનીફિલાડેલ્ફિયામાં પીત્ઝા ડિલિવરી કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના નકલી ઓર્ડરને કારણે બની હોવાનું કહેવાય છે. મૃતક અમેરિકામાં પાર્ટ-ટાઇમ પીત્ઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો.
ADVERTISEMENT
પીડિતની ઓળખ અંશુલ કુંચા તરીકે થઈ છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો અને વધારાની આવક મેળવવા માટે વીકેન્ડના અંતે પિઝા ડિલિવરી એક્ઝિક્યુટિવ તરીકે પાર્ટ-ટાઇમ કામ પણ કરતો હતો.
રાતમાં નકલી ઓર્ડર
ADVERTISEMENT
શનિવારે રાત્રે તેને એકાંત સ્થળે 'નકલી' ડિલિવરી ઓર્ડર મળ્યો. જ્યારે તે ત્યાં પહોંચ્યો, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કર્યો અને અંશુલના માથામાં અનેક ગોળી મારીને ભાગી ગયો.
અંશુલના પરિવારના જણાવ્યા અનુસાર, તેને લૂંટવામાં આવ્યો ન હતો, જે હત્યા પાછળના હેતુ પર પ્રશ્નો ઉભા કરે છે. પરિવારે જે જણાવ્યું એ મુજબ, હુમલા સમયે બે માસ્ક પહેરેલા બંદૂકધારી લોકો બેકપેક લઈને આ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
અંશુલની સાથે પહેલા થઇ ચૂકી છે લૂટપાટ
તેમણે જણાવ્યું કે, અંશુલ અગાઉ અમેરિકામાં લૂંટનો ભોગ બન્યો હતો, જેમાં તેની ચેઇન, ફોન અને રોકડ પૈસા ચોરી થઇ ગયા, પરંતુ તેને ક્યારેય જીવલેણ હુમલો થયો ન હતો. અંશુલની બહેન, તન્વીએ આરોપ લગાવ્યો કે પિઝા ડિલિવરી તેને મારવા માટે ગોઠવવામાં આવેલી જાળ હતી.
ADVERTISEMENT
તેણે કહ્યું, "તેને એક સુમસાન વિસ્તારમાં પીત્ઝા પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અમને પાછળથી ખબર પડી કે તે એક યુક્તિ હતી. ત્યાં કોઈ નહોતું. તે ફક્ત તેને મારવા માટે જ એક જાળ હતો. અમને ખબર નથી કે આમાંથી તેમને શું મળ્યું અથવા તેમના ઇરાદા શું હતા. તેઓ મારા ભાઈને લઈ ગયા અને તેને મારી નાખ્યો."
મૃતદેહને ભારત લાવવાની માંગ
ADVERTISEMENT
અંશુલની બહેને અધિકારીઓને અપીલ કરી કે, તેના ભાઈના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછો લાવવામાં આવે. તેણે કહ્યું, "મારો ભાઈ ખૂબ જ મિલનસાર અને ખુશખુશાલ વ્યક્તિ હતો. તે લગભગ ચાર વર્ષથી અમેરિકામાં હતો. અમને જાણવા મળ્યું કે તેને નકલી પિઝા ડિલિવરી વિનંતીનો ઉપયોગ કરીને જાળમાં ફસાવીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમારી એકમાત્ર વિનંતી છે કે તેના મૃતદેહને વહેલી તકે ભારત પાછો લાવવામાં આવે."
તન્વીએ જણાવ્યું કે, અધિકારીઓએ પરિવારને જાણ કરી હતી કે સોમવારે મૃતદેહ સોંપી શકાય છે, પરંતુ તેણીએ તેમને પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી જેથી પરિવાર વિલંબ કર્યા વિના અંતિમ સંસ્કાર કરી શકે.
ADVERTISEMENT
તેમણે તેમના ભાઈ માટે ન્યાયની પણ માંગ કરી અને કહ્યું કે પરિવારને કોઈ ચોક્કસ વ્યક્તિ સામે કોઈ ચોક્કસ શંકા નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે જવાબદારોને ઓળખવામાં આવે અને સજા કરવામાં આવે.
આ પણ વાંચોઃ હવે ગ્રીન કાર્ડ મેળવવું સરળ નહીં રહે! અમેરિકાની સંસદમાં રજૂ કરાયો આ પ્રસ્તાવ
બાળકોને અમેરિકા ના મોકલવાની અપીલ
મીડિયા સાથે વાત કરતા, તન્વીએ લોકોને અપીલ કરી કે તેઓ તેમના બાળકોને અમેરિકા ન મોકલે. તેણે કહ્યું, "આ તે બધા માતાપિતા માટે સંદેશ છે જેઓ તેમના બાળકોને અમેરિકા મોકલવાનું વિચારી રહ્યા છે. મારો ભાઈ ખૂબ જ મિલનસાર અને ખુશખુશાલ વ્યક્તિ હતો. તેની પાસે અમેરિકા જવાનું કોઈ કારણ નહોતું, છતાં અમે તેને મોકલ્યો. તે પોતે પણ જવા માંગતો ન હતો, પણ તે ગયો, અને તેના પર શું વીત્યું તે જુઓ. તમારા બાળકોને અમેરિકા ન મોકલો."
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની નોંધ લીધી છે અને કહ્યું કે, તે સ્થાનિક અધિકારીઓ અને પીડિત પરિવાર સાથે સંપર્કમાં છે, શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અંશુલની દુ:ખદ હત્યાથી અમેરિકા અને તેલંગાણામાં તેલુગુ સમુદાયમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT