બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, કિટલી પર નજીવી બાબતે બબાલ થતાં 10-15 લોકો તૂટી પડ્યા

ક્રાઇમ / સુરતમાં ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, કિટલી પર નજીવી બાબતે બબાલ થતાં 10-15 લોકો તૂટી પડ્યા

Ajitsinh Jadeja

Last Updated: 01:45 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime News: સુરતના સિંગણપોર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

Surat Crime News: સુરતના સિંગણપોર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હર્ષિલ પાટીલ (ઉ.વ.30) અને તેનો મિત્ર વર્ષીય ભટ્ટુ (ઉ.વ.25) અન્ય મિત્રો સાથે સિંગણપોર વિસ્તારમાં ચા પીવા માટે ગયા હતા. ત્યારે નજીવી બાબતે અન્ય કેટલાક યુવકો સાથે બોલાચાલી થતા મામલો વણસ્યો હતો.

એટલામાં ટોળુ અહી આવી પહોચ્યુ હતુ અને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા બંને મિત્રો ઘાયલ થયા હતા. હર્ષિલ અને ભટ્ટુને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા તેઓ લાહીલુહાણ થઇ નીચે પડ્યા હતા.

VTV ADD 01

આ પણ વાંચોઃ અરેરાટી / ક્યાંક ડેમમાં ન્હાવા પડતા તો ક્યાંક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા, ગુજરાતમાં કુલ 4નાં મોત

બંનેને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જો કે હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોએ દમ તોડી દીધો હતો. બે યુવકોની ચપ્પુના ઘા મારીનેહત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Double Murder Surat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ