બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ 4 રૂપિયા સસ્તું થઇ ગયું? સરકારના રાતોરાત નિર્ણયથી જનતા ખુશખુશાલ

બિઝનેસ / પેટ્રોલ 4 રૂપિયા સસ્તું થઇ ગયું? સરકારના રાતોરાત નિર્ણયથી જનતા ખુશખુશાલ

Jinal Chauhan

Last Updated: 12:40 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક તણાવ અને કાચા તેલના ભાવમાં સતત ફેરફાર વચ્ચે આ દેશના પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સરકારે તાજેતરમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે, જ્યારે ડીઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઉતાર-ચઢાવ અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ પર સતત ચર્ચા ચાલી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈંધણના ભાવને લઈને સરકારો સમીક્ષા કરી રહી છે. આ વચ્ચે પડોશી દેશ પાકિસ્તાને પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. પાકિસ્તાન સરકારે 12 જૂન સુધીના અઠવાડિયા માટે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. જોકે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ની એક્સ-ડિપો કિંમત 380.78 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત રાખવામાં આવી છે. નોંધનીય છે કે 10 એપ્રિલે ડીઝલના ભાવ 520.35 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 140 રૂપિયા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે.

હાઈ-સ્પીડ ડીઝલને મોંઘવારી વધારનાર મુખ્ય ઈંધણ માનવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં માલ પરિવહન અને લોજિસ્ટિક્સમાં થાય છે. સરકાર હાલમાં HSD પર કસ્ટમ ડ્યુટી, પેટ્રોલિયમ લિવી અને ક્લાઈમેટ સપોર્ટ લિવી સહિત લગભગ 100 રૂપિયા પ્રતિ લિટર સુધીનો કર વસૂલે છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ DAમાં 2% વધારાનું એલાન, જુલાઇથી વધશે આ કર્મચારીઓની સેલરી, જુઓ ક્યાં?

પેટ્રોલના ભાવમાં ઘટાડો

પેટ્રોલના ભાવમાં સતત ચોથી વખત ઘટાડો નોંધાયો છે. આ તાજા ઘટાડા બાદ પેટ્રોલની કિંમત 381.78 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 377.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં મળીને પેટ્રોલના ભાવમાં કુલ આશરે 37 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો નોંધાયો છે.

પાકિસ્તાન સરકાર કેરોસીન પર લગભગ 21 રૂપિયા પ્રતિ લિટર અને લાઈટ ડીઝલ ઓઈલ પર લગભગ 16 રૂપિયા પ્રતિ લિટર સુધી લિવી વસૂલ કરે છે. દેશની માસિક ઈંધણ માંગમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી મોટો હિસ્સો છે, જેનું સીધું અસર મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોના ખર્ચ પર પડે છે.વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ અને અમેરિકા-ઈરાન જેવા ભૂ-રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાન સરકાર દર શુક્રવારે ઈંધણના ભાવની સમીક્ષા કરી રહી છે અને સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

petrol price cut diesel price update fuel price news
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ