બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:41 AM, 6 June 2026
ઉત્તર ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ સહિત આસપાસના મેદાની રાજ્યોમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લાખો લોકોમાં ભારે દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હિમાચલ પ્રદેશના કાંગડા, ચંબા અને તેની આસપાસના જિલ્લાઓમાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 આંકવામાં આવી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પ્રારંભિક તીવ્રતા 4.8 પણ નોંધાઈ હતી. રાત્રિના સમયે અચાનક ધરતી ધ્રુજવાને કારણે ધર્મશાલા અને આસપાસના વિસ્તારોમાં લોકો ગાઢ નિદ્રામાંથી જાગી ગયા હતા અને જીવ બચાવવા માટે પોતાના ઘરો તેમજ બહુમાળી ઇમારતોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. હવામાન વિજ્ઞાન કેન્દ્ર અને ભૂકંપ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે અલગ-અલગ સમયે આંચકા નોંધાયા હતા:
ADVERTISEMENT
An earthquake of magnitude 5.0 on the Richter Scale hits Chamba, Himachal Pradesh: National Centre for Seismology
— ANI (@ANI) June 5, 2026
પ્રથમ આંચકો રાત્રે આશરે 10:04 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિમીની ઊંડાઈએ 32.478 ઉત્તર અક્ષાંશ અને 76.722 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ત્યારબાદ રાત્રે આશરે 10:30 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતાનો મોટો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રખ્યાત પ્રવાસન સ્થળ ધર્મશાલાથી આશરે 40 કિલોમીટર દૂર કાંગડા-ચંબા સરહદ પાસે આવેલા 'ધર ગોદોઈ' વિસ્તાર નજીક જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. જમીનથી ઊંડાઈ ઓછી હોવાને કારણે આંચકાની તીવ્રતા ખૂબ જ ભયાનક અનુભવાઈ હતી.
ADVERTISEMENT
#WATCH | Himachal Pradesh | An earthquake of magnitude 5.0 on the Richter Scale hits Chamba, Himachal Pradesh: National Centre for Seismology
— ANI (@ANI) June 5, 2026
A resident of Dharamshala says, "It was a terrifying experience; we were absolutely petrified. Everyone rushed outside immediately...It… pic.twitter.com/bZtEuzHPRg
ADVERTISEMENT
આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેની અસર માત્ર હિમાચલ પ્રદેશ પૂરતી મર્યાદિત ન રહેતા પડોશી રાજ્યોમાં પણ વ્યાપક સ્તરે જોવા મળી હતી. હરિયાણા અને પંજાબના કેટલાક હિસ્સાઓમાં પણ ધરતી ધ્રુજી ઉઠી હતી. ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ અને તેની નજીક આવેલા હરિયાણાના પંચકુલા જેવા હાઈ-રાઈઝ બિલ્ડિંગો ધરાવતા વિસ્તારોમાં લોકોને લાંબા સમય સુધી આંચકાનો અહેસાસ થયો હતો. સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકો સેકન્ડોમાં જ સીડીઓ મારફતે નીચે દોડી આવ્યા હતા. ધર્મશાલાના એક સ્થાનિક રહેવાસીએ પોતાનો ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, "આ મારો અત્યાર સુધીનો સૌથી ભયાનક અનુભવ હતો. અમે પુષ્કળ ડરી ગયા હતા અને ઘરની દરેક વસ્તુઓ હલવા લાગી હતી. એવું લાગતું હતું કે જાણે આખી ઇમારત હમણાં જ ધરાશાયી થઈ જશે. મારા જીવનમાં મેં ક્યારેય આટલો શક્તિશાળી ભૂકંપ જોયો નથી."
આ પણ વાંચોઃ રાજકોટના શેમળા ગામે કરુણ દુર્ઘટના, ઓરિયા તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત
ADVERTISEMENT
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભૌગોલિક અને ભૂકંપવિજ્ઞાનની દ્રષ્ટિએ હિમાચલ પ્રદેશનો આ સમગ્ર પહાડી વિસ્તાર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. હિમાચલના ઘણા જિલ્લાઓ ભૂકંપના સૌથી વધુ જોખમી ગણાતા ઝોન-5 (Zone-5) માં આવે છે, જ્યાં ભવિષ્યમાં પણ મોટા ભૂકંપ આવવાનું જોખમ હંમેશા રહેલું છે.
ADVERTISEMENT
ભૂકંપ બાદ તરત જ સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એક્શનમાં આવી ગઈ હતી. રાજ્યના વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે, ભૂકંપના જોરદાર આંચકા હોવા છતાં, રાહતની વાત એ છે કે હિમાચલ પ્રદેશ, પંજાબ કે હરિયાણાના કોઈ પણ ભાગમાંથી હજુ સુધી કોઈ પણ વ્યક્તિના હતાહત થવાના (મોત કે ઈજા) અથવા મિલકતને મોટા પાયે નુકસાન પહોંચવાના કોઈ સત્તાવાર અહેવાલ નથી. પ્રશાસન અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપનની ટીમ હાલ સમગ્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાંથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.