બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'કાલા હિરણ' ના પ્રોડ્યુસરે આ શું કરી નાખ્યું? સલમાનની લિગલ નોટિસ ફાડી નાખી!

મનોરંજન / 'કાલા હિરણ' ના પ્રોડ્યુસરે આ શું કરી નાખ્યું? સલમાનની લિગલ નોટિસ ફાડી નાખી!

Pravin Joshi

Last Updated: 08:02 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના 'દબંગ' અભિનેતા સલમાન ખાનનો વર્ષ 1998 નો પ્રખ્યાત કાળિયાર શિકાર મામલો એક અપકમિંગ ફિલ્મના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના જીવનના સૌથી વિવાદાસ્પદ પ્રકરણ એટલે કે વર્ષ 1998 ના કાળિયાર શિકાર મામલા પર બની રહેલી ફિલ્મ 'કાલા હિરન' ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ સલમાન ખાનની લીગલ ટીમ તરફથી મોકલવામાં આવેલી કાનૂની નોટિસનો જે આક્રમક રીતે જવાબ આપ્યો છે, તેણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અમિત જાનીએ માત્ર જાહેરમાં આ કાનૂની નોટિસની નકલને ફાડી જ નથી નાખી, પરંતુ એક વીડિયો જાહેર કરીને સલમાન ખાનના સમર્થકો પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લગાવ્યા સનસનીખેજ આક્ષેપ

પ્રોડ્યુસર અમિત જાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર વીડિયો શેર કરીને આ સમગ્ર ઘટનાની વિગતો આપી છે. વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારથી આ ફિલ્મ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે, ત્યારથી જ તેમને સતત ફોન અને મેસેજ આવી રહ્યા છે. આ ફોન કરનારા લોકો પોતાને સલમાન ખાનના કથિત સપોર્ટર્સ ગણાવી રહ્યા છે. આટલું જ નહીં, અમિત જાનીએ વધુ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે તેમને અંડરવર્લ્ડની કુખ્યાત 'ડી-કંપની' સાથે જોડાયેલો એક ધમકીભર્યો મેસેજ પણ મળ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પોતે આ મેસેજની સત્યતા અથવા તેની પાછળ રહેલા અસલી ચહેરાઓની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી.

પ્રોડ્યુસરે વીડિયોના માધ્યમથી પોતાની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, આવી ગંભીર સ્થિતિમાં મારે પહેલા સલમાન ખાનની લીગલ નોટિસનો જવાબ આપવો જોઈએ કે પછી મને મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ સામે લડવું જોઈએ? તેમણે જણાવ્યું કે છેલ્લા 36 કલાકની અંદર જ તેમને ડઝનબંધ ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે, જેમાં તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ભૂલેચૂકે પણ મુંબઈમાં પગ ન મૂકે.

કેમેરા સામે સલમાન ખાનની નોટિસ ફાડી નાખી

વાયરલ થયેલા વીડિયોમાં પ્રોડ્યુસર અમિત જાનીનો ગુસ્સો સાફ જોઈ શકાય છે. કેમેરાની બિલકુલ સામે કાનૂની નોટિસના કાગળો ફાડતા તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, "આ ફાટેલા કાગળના ટુકડા જ સલમાન ખાનની લીગલ ટીમને મારો અંતિમ અને આખરી જવાબ છે." તેમણે બે ટૂંક શબ્દોમાં સંભળાવી દીધું કે તેઓ આ પ્રકારની કોઈ પણ ધમકીઓ, દબાણ કે દાદાગીરી સામે ઝૂકવાના નથી. તેઓ આવી હરકતોથી ડરશે નહીં અને પોતાના આ મહત્વાકાંક્ષી ફિલ્મ પ્રોજેક્ટથી એક ડગલું પણ પાછળ નહીં હટે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

આ સમગ્ર વિવાદની શરૂઆત સલમાન ખાનની કાનૂની ટીમ દ્વારા 'કાલા હિરન' ના મેકર્સને મોકલવામાં આવેલી એક નોટિસથી થઈ હતી. આ નોટિસમાં એક્ટરની ટીમે સખત વાંધો ઉઠાવતા માંગણી કરી હતી કે મેકર્સ આ ફિલ્મ સાથે જોડાયેલું કોઈ પણ કન્ટેન્ટ, પોસ્ટર, ટીઝર કે અન્ય સામગ્રી સોશિયલ મીડિયા કે ક્યાંય પણ રિલીઝ અથવા પબ્લિશ ન કરે. તેની સાથે જ સલમાન ખાનની ટીમે ફિલ્મમેકર્સ પાસે લેખિતમાં માફી માંગવાની પણ શરત મૂકી હતી. વાસ્તવમાં, આ ફિલ્મ સલમાન ખાનના જીવનના સૌથી ચર્ચિત અને કાનૂની વિવાદોથી ઘેરાયેલા કાળિયાર શિકાર કેસ પર આધારિત હોવાનું કહેવાય છે, જેના કારણે ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ ત્યારથી જ તેના પર ભારે હોબાળો મચેલો છે.

આ પણ વાંચોઃ દિલ્હી અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી: હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ

પ્રોડ્યુસર અમિત જાની દ્વારા સરેઆમ લીગલ નોટિસ ફાડવા અને 'ડી-કંપની' નું નામ સામે આવ્યા બાદ મુંબઈથી લઈને દિલ્હી સુધીનું વાતાવરણ ગરમાયું છે. જો કે, પ્રોડ્યુસરની આ તીખી પ્રતિક્રિયા અને ખુલ્લી ચેતવણી બાદ અત્યાર સુધી સલમાન ખાન અથવા તેમની સત્તાવાર લીગલ ટીમ તરફથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન કે વળતો જવાબ સામે આવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે આ કાનૂની અને સોશિયલ મીડિયા વોર આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KalaHeeranMovie AmitJani SalmanKhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ