બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવારોના નામ

BIG BREAKING / રાજ્યસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવારોના નામ

Vishal Khamar

Last Updated: 06:51 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારના નામની જાહેરાત પણ કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાજ્યસભા માટે પોતાના ચાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. પાર્ટીએ રજુ શુક્લા, જીતેન્દ્ર કણજારિયા, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ નજીક આવતા ભાજપના તમામ ચાર ઉમેદવારો સોમવારે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ માટે પાર્ટીએ ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • રાજુ શુક્લા (બ્રાહ્મણ)
  • મુકેશ રાઠવા (આદિવાસી)
  • માનસિંહ પરમાર કારડીયા (રાજપૂત)
  • જીતેન્દ્ર કણઝારીયા (OBC)

આ દરમિયાન તમામ ધારાસભ્યોને રવિવારે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. રવિવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

બેઠક બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્યો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્ટી સૂત્રો મુજબ સોમવાર સુધી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં જ રોકાશે, જેથી રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ સંકલન જળવાઈ રહે.

સોમવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી સમગ્ર રાજકીય માહોલમાં ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોણ છે જીતેન્દ્ર કણઝારિયા

જીતેન્દ્ર કણઝારિયા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના સક્રિય નેતા અને કાર્યકર તરીકે ઓળખાય છે. તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારમાં વિવિધ સામાજિક તથા રાજકીય કાર્યક્રમોમાં સતત ભાગ લેતા રહ્યા છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. જીતેન્દ્ર કણઝારિયા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. મેઘજીભાઈ કણઝારિયાનું 2021માં કોરોનાના કારણે અવસાન થયું હતું.

માનસિંહ પરમાર કોણ છે

માનસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છે. તેમજ તેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ પક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

કોણ છે રાજુ શુક્લ

જેઓ કલોલ ભાજપના સક્રિય કાર્યકર છે તેમજ તેઓ સુરેન્દ્રનગર પ્રભારી છે.

એક પણ મહિલાને સ્થાન નહી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે આ વખતે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં બ્રાહ્મણ, આદિવાસી, રાજપૂત અને ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. પાર્ટીએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓને મેદાનમાં ઉતારીને રાજકીય સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ગત ટર્મમાં રમીલાબેન બારા જેવા મહિલા ઉમેદવારને તક આપવામાં આવી હતી, તે બાદ આ વખતે એક પણ મહિલા ઉમેદવારને સ્થાન ન મળતાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં કોણ કોણ છે રાજ્યસભામાં સાંસદ

  • બાબુભાઈ દેસાઈ(બનાસકાંઠા)
  • ગોવિંદભાઈ ધોળકિયા(સુરત)
  • એસ જયશંકર
  • કેસરીદેવસિંહ ઝાલા
  • જે પી નડ્ડા
  • મયંક નાયક(મહેસાણા)
  • જશવંતસિંહ પરમાર

ક્યાં સાંસદોની ટર્મ પૂર્ણ થશે

  • રમીલાબેન બારા
  • નરહરિ અમીન(અમદાવાદ)
  • રામ મોકરિયા
  • શક્તિસિંહ ગોહિલ(કોંગ્રેસ)

જાણો શું છે ચૂંટણીનો કાર્યક્રમ ?

ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 8 જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ત્યારબાદ 9 જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. જો જરૂરી બનશે તો 18 જૂને મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જોતા રાજ્યસભાની ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભામાં બહુમતીના આધારે ભાજપ તમામ બેઠકો સરળતાથી જીતવામાં સફળ થઈ શકે છે.

આ પણ વાંચોઃ PM મોદી દક્ષિણ ગુજરાતને આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ, જુઓ શેડ્યૂલ

કોંગ્રેસ પોતાની અંતિમ બેઠક પણ ગુમાવશે

આ તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે. વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં જે છેલ્લું પ્રતિનિધિત્વ બચ્યું છે તે પણ સમાપ્ત થવાની શક્યતા ઊભી થઈ છે. જો અનુમાન મુજબ પરિણામ આવે તો ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ સભ્ય નહીં રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકીય દ્રષ્ટિએ આ પરિસ્થિતિ રાજ્યના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યસભા જેવી મહત્વની સંસદીય સંસ્થામાં કોઈપણ પક્ષનું પ્રતિનિધિત્વ ન રહેવું એ તેના માટે રાજકીય પડકાર સમાન ગણાય છે. કોંગ્રેસ માટે આ પરિણામ આગામી ચૂંટણીની રણનીતિ પર પણ અસર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Candidates Gujarat Rajya Sabha Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ