ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ''વિરાટ જેવાં ખેલાડીનું બહાર થવું...'', આખરે કિંગ કોહલીની ઈજા પર ટીમ મેનેજમેન્ટે તોડ્યું મૌન
Last Updated: 06:39 PM, 4 June 2026
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો ભાગ નહીં હોય. ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટે વિરાટની હેમસ્ટ્રિંગ ઈજા અંગે નિવેદન જારી કર્યું છે.
ADVERTISEMENT
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની વનડે શ્રેણી 13 જૂને ધર્મશાલામાં શરૂ થવાની છે. શ્રેણીની બાકીની બે મેચ 17 જૂને લખનૌ અને 20 જૂને ચેન્નાઈમાં રમવાની છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી વખત ટાઇટલ અપાવનાર વિરાટ કોહલી ફાઇનલ દરમિયાન અસ્વસ્થતા અનુભવતો દેખાયો. અંતિમ ઓવરો દરમિયાન દોડતી વખતે તે પરેશાન જોવા મળતો હતો, પરંતુ તેણે મેદાન છોડ્યુ નહીં અને ટીમને વિજય અપાવ્યા પછી પાછો ફર્યો હતો.
ADVERTISEMENT
ફાઇનલ પછી કરવામાં આવેલી તબીબી તપાસમાં જાણવા મળ્યું કે કોહલી ઈજાથી પીડાઈ રહ્યો છે. ઈજાની ગંભીરતા હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
વિરાટ કોહલીની ઉપલબ્ધતા અંગે ચાલી રહેલી અટકળો અંગે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે કહ્યું, "સત્તાવાર માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે, પરંતુ વિરાટ જેવા ખેલાડીનું બહાર રહેવું હંમેશા મોટો ફટકો હોય છે."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / સંયોગ કે ષડયંત્ર? કોહલી બાદ વધુ એક દિગ્ગજ પ્લેયર વનડે સિરીઝમાંથી OUT!
ADVERTISEMENT
37 વર્ષીય વિરાટ કોહલીએ આઈપીએલ 2026માં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે આ આઈપીએલ સીઝનમાં આરસીબી માટે 675 રન બનાવ્યા હતા. ફાઇનલમાં વિરાટ કોહલીએ 42 બોલમાં 75* રન બનાવ્યા હતા, જેનાથી આરસીબી જીત્યું હતું. આ ઇનિંગ માટે,તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT