બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જંતર મંતરના વિરોધ પ્રદર્શન પર આરોહીનું નિવેદન, Insta પર સ્ટોરી મૂકી જણાવ્યો પોતાનો મત

ગુજરાત / જંતર મંતરના વિરોધ પ્રદર્શન પર આરોહીનું નિવેદન, Insta પર સ્ટોરી મૂકી જણાવ્યો પોતાનો મત

Published By: Nidhi Panchal

Last Updated: 02:21 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શબાના આઝમી સહિત બોલીવૂડના કેટલાક સ્ટાર્સ CJPના આંદોલનને ટેકો આપી રહ્યા છે, તો ઘણા એક્ટર્સ હજી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટ્રેસ આરોહીએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ વ્યક્ત કર્યો છે.

દિલ્હીના જંતરમંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની દેશભરમાં ચર્ચા છે. એક બાજુ સોનમ વાંગચુક હજી પણ ઉપવાસ નથી તોડી રહ્યા, બીજી તરફ પીએમ મોદીએ આજની એનડીએની બેઠકમાં જવાબદારો સામે કડક પગલા લેવા કહ્યું છે. દેશભરમાં આંદોલનના સપોર્ટમાં અને આંદોલનના વિરોધમાં એમ બે ભાગલા પડી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર નરેટિવ્ઝની વૉર ચાલી રહી છે.

ઘણા એક્ટર્સ હજી મગનું નામ મરી પાડવા તૈયાર નથી

શબાના આઝમી સહિત બોલીવૂડના કેટલાક સ્ટાર્સ CJPના આંદોલનને ટેકો આપી રહ્યા છે, તો ઘણા એક્ટર્સ હજી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટ્રેસ આરોહીએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ વ્યક્ત કર્યો છે. આરોહીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને વિદ્યાર્થીઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવો જરૂરી છે.

એજ્યુકેશન એ રાજકારણથી પર

આરોહીએ એવું પણ કહ્યું છે કે એજ્યુકેશન એ રાજકારણથી પર છે. વિદ્યાર્થીઓ ન્યાય, પારદર્શિતા મેળવવાના હકદાર છે. આરોહીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે,

હું એક વાત સ્પષ્ટ કરવા ઈછ્છું છું

"મને એવા વિદ્યાર્થીઓની ચિંતા છે, જેમની સાથે ખોટું થયું છે અને તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનો અવાજ માત્ર તેમના પોતાના મેરિટ પર સંભળાવો જોઈએ. હું એક વાત સ્પષ્ટ કરવા ઈછ્છું છું. આ વાત કોઈ રાજકીય પક્ષની તરફેણમાં કે વિરોધમાં નથી. જ્યારે જયારે આવા કોઈ મુદ્દા આવે છે, ત્યારે તે તરત જ રાજકીય ચર્ચા અથવા તો નરેટિવ્ઝની વૉરમાં બદલાઈ જાય છે. અને મુખ્ય મુદ્દો દબાઈ જાય છે. વિદ્યાર્થીઓ કે જેમને ખરેખર તકલીફ છે, જેમને અસર થઈ છે, તેઓ બેકગ્રાઉન્ડમાં ધકેલાઈ જાય છે."

આ પણ વાંચો : દીપડાની હાજરીએ બદલી નાખી શરણદીપ સોસાયટીના લોકોની જિંદગી, આખી રાત લોકો જાગ્યા, બધા એક જ સવાલ પૂછે છે..

આરોહીએ વધુમાં લખ્યું છે,

"શું આપણે માત્ર એકવાર રાજકારણ કરવાનું છોડી શકીએ? વિદ્યાર્થીઓને સાંભળીએ, તેમની મુશ્કેલીઓ સમજીએ. શિક્ષણ રાજકારણથી પર છે. વિદ્યાર્થીઓ ન્યાય, પારદર્શિતા ઝંખે છે. માત્ર આ જ મુદ્દો મુખ્ય હોવો જોઈએ. બીજુ કંઈ નહીં." ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદમાં પણ નીટ પેપર લીકના વિરોધમાં અને સોમન વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન થયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હવે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ આ મુદ્દે બોલી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jantar Mantar Protest Instagram Story Aarohi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ