બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:10 PM, 21 July 2026
મોટા ભાગના લોકો સેલેરી મળતાની સાથે જ ઘરનું ભાડું, EMI, બિલ, રાશન અને બીજા ખર્ચમાં પતાવી દે છે. જેમાં મહિનાના અંતે જ્યારે સેવિંગનો વારો આવે છે ત્યારે ખિસ્સા ખાલી મળે છે. એવામાં ઘણા લોકો ઈમર્જન્સી ફંડ કે ભવિષ્ય માટે પૈસા જમા કરી શકતા નથી. એના માટે પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ્સ કહે છે કે, આ રીત બદલવાનો સૌથી અસરકારક રસ્તો ‘Pay Yourself First’ છે
ADVERTISEMENT
સેલેરી આવે ત્યારે સૌથી પહેલા તમારી કમાણીનો એક નક્કી હિસ્સો સેવિંગ કે રોકાણ માટે અલગ કરી લો. બાદમાં જે બાકી રહે તેનાથી બિલ, ભાડું અને બીજા ખર્ચા પતાવો. આ રીતે ધીરે ધીરે તમારી બચત વધશે અને ભવિષ્ય આર્થિક રીતે મજબૂત બને છે. આ નિયમ અપનાવવાથી અચાનક આવતા મેડિકલ ખર્ચ, કારનો ખર્ચ કે કોઈ ઈમર્જન્સીમાં પણ તમે સરળતાથી સામનો કરી શકો છો.
ADVERTISEMENT
પહેલા તમારા ફાઈનાન્સિયલ ગોલ્સ નક્કી કરો. જેમાં ઈમર્જન્સી ફંડ, રિટાયરમેન્ટ, ઘર ખરીદવું કે બીજું કંઈ આ બધી બાબત સેટ કરો. જેમાં જરૂરિયાત પ્રમાણે સેવિંગ્સ અકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ કે બીજા રોકાણમાં પૈસા મૂકી શકો છો. આ રીતે સેવિંગતમારી પ્રાથમિકતા બની શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
એના માટે મહિને 10% થી શરૂઆત કરો, પછી ધીરે ધીરે 15-20% સુધી વધારો. જેમાં સેલેરી આવતાની સાથે જ ઓટોમેટિક ટ્રાન્સફર સેટ કરી દો જેથી પૈસા સીધા સેવિંગ્સ/રોકાણ ખાતામાં જાય. બાકીના પૈસાથી ખર્ચનું બજેટ બનાવો અને ખોટા ખર્ચ પર નજર રાખો. જેમાં દર મહિને સેવિંગનું રીવ્યુ કરો અને જરૂર પડે તો તેને વધારો. આમ નાની શરૂઆત પણ સમય સાથે મોટી સફળતા લાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.