ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં આજે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો, મેસ્સી સામે પહેલીવાર યામલ
Last Updated: 09:26 AM, 19 July 2026
ADVERTISEMENT
આજે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. બંને ટીમો લગભગ 60 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ હાઈ-પ્રોફાઇલ મેચ ન્યૂ યોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. ફૂટબોલ ચાહકો માટે આ ફાઇનલ અનેક કારણોસર ખાસ બની રહી છે, કારણ કે બંને ટીમો પાસે ઇતિહાસ રચવાની મોટી તક છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્પેન 2010 પછી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું લક્ષ્ય લઈને મેદાનમાં ઉતરશે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના ચોથી વખત અને સતત બીજા વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે રમશે. જો આર્જેન્ટિના જીતશે તો તે ઇટાલી (1938) અને બ્રાઝિલ (1962) પછી સતત બે વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ટીમ બનશે.
ADVERTISEMENT
આ ફાઇનલની સૌથી મોટી અને ભાવનાત્મક વાર્તા લિયોનેલ મેસ્સી અને લેમિન યામલ સાથે જોડાયેલી છે. મેસ્સી આર્જેન્ટિનાનો સુપરસ્ટાર છે, જ્યારે લેમિન યામલ સ્પેનની યુવા સેન્સેશન તરીકે ઉભરી આવ્યો છે. મેસ્સી પોતાના ક્લબ કરિયરમાં સ્પેનિશ ક્લબ બાર્સેલોના માટે રમ્યો હતો. લગભગ 19 વર્ષ પહેલાં બાર્સેલોનામાં યોજાયેલા એક ચેરિટી ફોટોશૂટ દરમિયાન મેસ્સીએ માત્ર ત્રણ મહિનાના યામલને પોતાના હાથમાં લઈને નવડાવ્યો હતો. તે સમયે મેસ્સીની ઉંમર 20 વર્ષની હતી. વર્ષ 2024માં આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને હવે એ જ યામલ આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલીવાર મેસ્સી સામે રમવા જઈ રહ્યો છે. આ ઘટના આજે ફૂટબોલ ઇતિહાસની સૌથી ચર્ચિત વાર્તાઓમાંની એક બની ગઈ છે.

ADVERTISEMENT
ગોલ્ડન બૂટની રેસમાં પણ લિયોનેલ મેસ્સી સૌથી આગળ છે. તેમણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી આઠ ગોલ કર્યા છે અને ચાર આસિસ્ટ પણ કર્યા છે. બીજી તરફ સ્પેન માટે મિકેલ ઓયારઝાબાલ પાંચ ગોલ સાથે ટોપ સ્કોરર છે, જ્યારે માત્ર 19 વર્ષીય લેમિન યામલે 30 સફળ ડ્રિબલ કરીને સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી પ્રભાવશાળી વિંગર તરીકે પોતાની ઓળખ બનાવી છે. સ્પેન અને આર્જેન્ટિના અત્યાર સુધી કુલ 14 વખત આમને-સામને આવી ચૂક્યા છે. બંને ટીમોએ છ-છ મેચ જીતી છે જ્યારે બે મુકાબલા ડ્રો રહ્યા છે. વર્લ્ડ કપમાં બંને ટીમો માત્ર એક જ વખત મળી હતી. વર્ષ 1966માં આર્જેન્ટિનાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. જ્યારે બંને વચ્ચેની છેલ્લી મુલાકાત 2018ની મૈત્રીપૂર્ણ મેચમાં થઈ હતી, જેમાં સ્પેને આર્જેન્ટિનાને 6-1થી હરાવ્યું હતું.
ADVERTISEMENT
સ્પેને આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. લુઈસ ડે લા ફુએન્ટેની ટીમે કેપ વર્ડે સામે 0-0ના ડ્રોથી અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ટીમે સતત છ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું. સેમિફાઇનલ સુધીની સફરમાં સ્પેને ઑસ્ટ્રિયા, પોર્ટુગલ, બેલ્જિયમ અને ફ્રાન્સ જેવી મજબૂત ટીમોને 2-0થી હરાવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પેને માત્ર એક જ ગોલ સ્વીકાર્યો છે. ગોલકીપર ઉનાઈ સિમોને એક જ વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ છ ક્લીન શીટ્સનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે કેપ્ટન રોડ્રીએ રેકોર્ડ 648 સફળ પાસ પૂર્ણ કર્યા છે.
ADVERTISEMENT
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ પણ શાનદાર પ્રદર્શન સાથે સતત બીજી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ સ્ટેજમાં તેણે અલ્જેરિયા, ઑસ્ટ્રિયા અને જોર્ડનને હરાવ્યા હતા. ત્યારબાદ કેપ વર્ડે, ઇજિપ્ત, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇંગ્લેન્ડને હરાવીને ટીમ ફાઇનલ સુધી પહોંચી છે. ખાસ કરીને ઇજિપ્ત સામે 0-2થી પાછળ રહીને 3-2થી જીત અને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 2-1ની જીત ટીમની ચેમ્પિયન માનસિકતા દર્શાવે છે. આર્જેન્ટિનાએ સતત સાત મેચ જીતી છે અને સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ 19 ગોલ કર્યા છે.
આ ફાઇનલમાં સૌથી મોટી ટક્કર સ્પેનના મજબૂત ડિફેન્સ અને આર્જેન્ટિનાના આક્રમક હુમલા વચ્ચે જોવા મળશે. સ્પેને સમગ્ર ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ ગુમાવ્યો છે, જ્યારે આર્જેન્ટિનાએ 19 ગોલ ફટકાર્યા છે. રોડ્રી, પાઉ ક્યુબાર્સી અને માર્ક કુક્યુરેલાની જવાબદારી લિયોનેલ મેસ્સીને રોકવાની રહેશે. બીજી તરફ આર્જેન્ટિનાની આશા મેસ્સી, જુલિયન અલ્વારેઝ અને એન્ઝો ફર્નાન્ડીઝ પર રહેશે.
સ્પેન: ઉનાઈ સિમોન (ગોલકીપર), પેડ્રો પોરો, પાઉ ક્યુબાર્સી, આયમેરિક લાપોર્ટે, માર્ક કુક્યુરેલા, રોડ્રી (કેપ્ટન), ફેબિયન રુઈઝ, લેમિન યામલ, ડેની ઓલ્મો, એલેક્સ બૈના, મિકેલ ઓયારઝાબાલ.
આર્જેન્ટિના: એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નાહુએલ મોલિના, ક્રિસ્ટિયન રોમેરો, લિસાન્ડ્રો માર્ટિનેઝ, નિકોલસ ટાગ્લિયાફિકો, લિએન્ડ્રો પેરેડેસ, એલેક્સિસ મેક એલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડીઝ, જિયુલિયાનો સિમોન, લિયોનેલ મેસ્સી (કેપ્ટન), જુલિયન અલ્વારેઝ.
આ પણ વાંચો : દનાદન 10 ગોલ...ફ્રાંસને હરાવી ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને આવ્યું, 44 વર્ષ બાદ થઇ કંઇક આવી મેચ
આ ફાઇનલ સાથે વધુ એક ખાસ રેકોર્ડ પણ જોડાયેલો છે. ફૂટબોલ વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં આ 23મી ફાઇનલ હશે. સાથે જ યુરોપ અને લેટિન અમેરિકાની ટીમો વચ્ચે આ 12મી વખત ફાઇનલ રમાશે. અગાઉ રમાયેલી 11 ફાઇનલમાં લેટિન અમેરિકન ટીમોએ આઠ વખત ટાઇટલ જીત્યો છે, જ્યારે યુરોપિયન ટીમો માત્ર ત્રણ વખત જ ચેમ્પિયન બની છે. હવે જોવાનું રહેશે કે આ વખતે ઇતિહાસ કઈ ટીમના પક્ષમાં લખાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT