બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાચવજો! ગુજરાતને બે દિવસ ઘમરોળશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

photo-story

7 ફોટો ગેલેરી

હવામાન / સાચવજો! ગુજરાતને બે દિવસ ઘમરોળશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Last Updated: 05:30 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ગજુ 2 દિવસ મેઘરાજા ભુક્કા બોલાવશે. 2 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.

1/7

photoStories-logo

1. હજુ 2 દિવસ મેઘરાજા ભુક્કા બોલાવશે

રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આજે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઓરેન્જ અલર્ટ જાહેર

સાથે જ સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મધ્યમ વરસાદની આગાહી

બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રેડ અલર્ટ યથાવત રાખવામાં આવ્યું

આવતીકાલે પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ અલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS-3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 31 ટકા ઓછો નોંધાયો

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહી છતાં રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ સામાન્યની સરખામણીએ અંદાજે 31 ટકા ઓછો નોંધાયો છે. હવામાન વિભાગે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navsari red alert Gujarat weather update Gujarat rain alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ