બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારે વરસાદ વચ્ચે ભવનાથમાં સિંહણની એન્ટ્રી, રસ્તા પર લટાર મારતી સિંહણનો વીડિયો થયો વાયરલ
Last Updated: 04:42 PM, 19 July 2026
જૂનાગઢ જિલ્લાના ભવનાથ વિસ્તારમાં ચાલુ વરસાદી માહોલ વચ્ચે એક સિંહ રાત્રિના સમયે પાજનાકા પુલ નજીક જોવા મળતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે કૌતૂહલ સર્જાયું હતું. સિંહ વરસાદી વાતાવરણનો આનંદ માણતો હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.
ADVERTISEMENT
સિંહ રસ્તાની નજીક દેખાતા ત્યાંથી પસાર થતાં અનેક વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી આ અદભૂત દૃશ્ય નિહાળ્યું હતું. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો, જે બાદમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં CNGના ભાવમાં વધારો, પ્રતિ કિલોએ ₹2 મોંઘું થયું ઇંધણ
ભવનાથ અને ગીર આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર અસામાન્ય નથી, છતાં વરસાદી રાત્રે આ રીતે સિંહ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વન વિભાગ દ્વારા લોકોને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવાની અને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવાની અપીલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.