ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લવ જેહાદનો આંખો ઉઘાડતો કિસ્સો, પ્રેમથી શરૂ થયેલી કહાનીનો અંત પત્નીના મોતથી થયો, પતિની ધરપકડ
Last Updated: 11:16 PM, 19 July 2026
ADVERTISEMENT
કચ્છના ગાંધીધામમાં પરિણીતાની હત્યાથી ચકચાર મચી છે. મૂળ નેપાળી પરિવારની યુવતીએ વર્ષ 2011માં પરિવારની મરજી વિરુદ્ધ સુલતાન જુસબ સુમરા સાથે ભાગીને લગ્ન કર્યા હતા.લગ્ન બાદ શરૂઆતમાં બધું સામાન્ય હતું. પરંતુ સમય જતાં પતિ સુલતાનનું વર્તન બદલાતું ગયું. મહિલાને નાની-નાની વાતે માર મારવામાં આવતો હોવાનો હતો. પતિના સતત ત્રાસથી કંટાળેલી સોનમે 12 જુલાઈના રોજ તેના પિતરાઈ ભાઈને ફોન કરી પોતાની વ્યથા જણાવી હતી. સોનમે જણાવ્યું હતું કે, તેનો પતિ અવારનવાર તેને બેરહેમીપૂર્વક માર મારે છે.પરંતુ ત્યારબાદ અચાનક યુવતીના મોતના સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
શુક્રવારે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં 33 વર્ષીય યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. પરિવારજનો અંતિમવિધિની તૈયારી કરી રહ્યા હતા.ત્યારે પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પતિ સુલતાને યુવતીને ખેંચની બીમારી હોવાનું અને ખેંચ આવતા પડી જવાથી તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે જ્યારે મૃતદેહની તપાસ કરી ત્યારે શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ત્યારબાદ પીએમ રિપોર્ટમાં સોનમના શરીર પર થયેલી ઈજાઓના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ એ,ડિવિઝન પોલીસે આરોપી પતિ સામે હત્યાની કલમ તળે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, આગામી ત્રણ કલાક ભારે વરસાદ, વીજળી અને તોફાની પવનની આગાહી
વિધર્મી પતિના અત્યાચારનો ભોગ બનેલી સોનમનું જીવન અંતે કરુણ અંજામે પહોંચ્યું છે. આ ઘટના લઈને હિન્દૂ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ કેસમાં આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ પોલીસે આરોપી સુલતાન સુમરાને ઝડપી પાડી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT