બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદ અને દેવગઢ બારિયા સબજેલોમાં મોબાઇલ, સિમકાર્ડ, સિગારેટ-બીડી સહિત પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ

તપાસ / દાહોદ અને દેવગઢ બારિયા સબજેલોમાં મોબાઇલ, સિમકાર્ડ, સિગારેટ-બીડી સહિત પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ

Published By: Vishal Khamar

Last Updated: 06:20 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ ડોકી સબજેલ અને દેવગઢ બારિયા સબજેલમાં તપાસ દરમિયાન મોબાઇલ, સિમકાર્ડ, સિગારેટ, બીડી અને તંબાકુની પડીકીઓ ઝડપાઈ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

દાહોદ જિલ્લાના ડોકી સ્થિત સબજેલ અને દેવગઢ બારિયા સબજેલમાં કરવામાં આવેલી અલગ-અલગ તપાસ દરમિયાન મોબાઇલ ફોન, સિમકાર્ડ, સિગારેટ, બીડી અને તંબાકુની પડીકીઓ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાતા જેલ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. બંને બનાવોને લઈને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, દાહોદના ડોકી ખાતે આવેલી સબજેલમાં યાર્ડ નંબર-2ની બેરેક નંબર-6માં કેદીઓની શંકાસ્પદ હિલચાલને ધ્યાનમાં રાખી જેલ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નોન-લીનીયર જંક્શન ડિટેક્ટર (NLJD) મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં બેરેક નજીક ઘાસની અંદર છુપાવી રાખેલા મોબાઇલ ફોન, સિગારેટ, બીડી અને તંબાકુની પડીકીઓ મળી આવી હતી.

જેલમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ રાઉન્ડ દરમિયાન આ પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરવામાં સફળ રહ્યા હતા. સમગ્ર મામલે ત્રણ કેદીઓ સામે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ દેવગઢ બારિયા સબજેલમાં અમદાવાદની સ્ક્વોડના જેલર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેરેક નંબર-8માંથી જિઓ કંપનીનું સિમકાર્ડ મળી આવ્યું હતું, જ્યારે બેરેક નંબર-7માંથી કાળા રંગનો મોબાઇલ ફોન ઝડપાયો હતો.

પ્રાથમિક તપાસમાં બેરેક નંબર-8માં કાચા કામના કેદી અજય ઉર્ફે અજુ સુરેશચંદ્ર બડદવાલની સંડોવણી સામે આવતાં તેના વિરુદ્ધ અનધિકૃત રીતે પ્રતિબંધિત વસ્તુઓ રાખવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લામા ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો, 6 વર્ષીય બાળકનુ મૃત્યુ થયુ

બંને સબજેલોમાં બનેલી આ ઘટનાઓ બાદ જેલ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં કેવી રીતે પહોંચી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devgadh Baria Sub Jail Dahod Sub Jail Mobile Seized in Jail

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ