ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBI નો મોટો નિર્ણય: 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો લાવવા માટે આરબીઆઈએ બહાર પાડ્યું ગ્લોબલ ટેન્ડર

બિઝનેસ / RBI નો મોટો નિર્ણય: 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટો લાવવા માટે આરબીઆઈએ બહાર પાડ્યું ગ્લોબલ ટેન્ડર

Published By: Pravin Joshi

Last Updated: 11:09 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશના કરન્સી સિસ્ટમમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. આરબીઆઈ ટૂંક સમયમાં જ દેશમાં 10 અને 20 રૂપિયાના પ્લાસ્ટિક (પોલીમર) નોટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે, જેના માટે ગ્લોબલ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.

ADVERTISEMENT

આવનારા સમયમાં ભારતીય બજારમાં પ્લાસ્ટિકના નોટો ચલણમાં આવી જશે. કેન્દ્રીય બેંક RBI દેશની કરન્સી સિસ્ટમમાં આ મોટો અને આધુનિક બદલાવ લાવવાની તડામાર તૈયારી કરી રહી છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, RBI ટૂંક સમયમાં જ દેશમાં પોલીમર એટલે કે પ્લાસ્ટિક બેંક નોટોનો એક પાયલોટ પ્રોજેક્ટ (Pilot Project) શરૂ કરવા જઈ રહી છે. આ પ્રારંભિક પ્રોજેક્ટની સફળતાનું મૂલ્યાંકન કર્યા બાદ જ સમગ્ર દેશમાં મોટા પાયે પ્લાસ્ટિકના નોટો જારી કરવામાં આવશે. એવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્લાસ્ટિક નોટોનું ફૂલ-સ્કેલ રોલઆઉટ વર્ષ 2027 થી શરૂ થઈ શકે છે. એટલે કે આવતા વર્ષથી દેશભરમાં પ્લાસ્ટિકના નોટો વ્યાપક પ્રમાણમાં ચલણમાં જોવા મળશે.

currency-1.jpg

10 અને 20 રૂપિયાના નોટોથી થશે શરૂઆત

સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં આ પ્રાયોગિક પ્રોજેક્ટ હેઠળ માત્ર 10 રૂપિયા અને 20 રૂપિયાના જ પોલીમર નોટો બહાર પાડવામાં આવશે. ત્યારબાદ બજારના પ્રતિભાવને આધારે અન્ય મૂલ્યવર્ગના પોલીમર નોટો પણ જારી થઈ શકે છે

આ પ્લાસ્ટિક નોટોમાં અત્યંત એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ સામેલ કરવામાં આવશે, જેનાથી બજારમાં ફરતા નકલી નોટો (ફેક કરન્સી) પર લગામ લગાવવામાં મોટી મદદ મળશે. આ ઉપરાંત, આ નોટો સામાન્ય કાગળની કરન્સીની સરખામણીએ લાંબો સમય ચાલશે, પાણીમાં પલળશે નહીં અને જલ્દી ફાટશે પણ નહીં.

RBI-simple-3

...તો જૂના કાગળના નોટોનું શું થશે?

સામાન્ય જનતાના મનમાં આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે બજારમાં અત્યારે જે કાગળના નોટો ચાલે છે તેનું શું થશે? પોલીમર નોટો આવવાનો અર્થ એ બિલકુલ નથી કે હાલના કાગળના નોટો બંધ થઈ જશે. આરબીઆઈના સૂત્રોએ આ બાબતે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બજારમાં પહેલાથી ઉપલબ્ધ કાગળના બેંક નોટો સંપૂર્ણપણે કાયદેસર (Legal Tender) ગણાશે અને તે ચલણ (Circulation) માં યથાવત રહેશે. પ્લાસ્ટિકના નોટો માત્ર એક વધારાના વિકલ્પ તરીકે સિસ્ટમમાં ઉમેરવામાં આવશે, જેથી લોકો પાસે બે વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ ISROમાં 100થી વધારે વૈજ્ઞાનિકોએ રાજીનામુ આપવા પર કેન્દ્રનું કડક વલણ! હવે લીધો મોટો નિર્ણય

ગ્લોબલ ટેન્ડર જાહેર

આ મહત્વકાંક્ષી યોજનાને અમલમાં મૂકવા માટે ભારતીય રિઝર્વ બેંકની નોટ મુદ્રણ શાખા (Note Printing Arm) એ પોલીમર સબસ્ટ્રેટ સીટ્સ (પ્લાસ્ટિક નોટ બનાવવા માટેનું બેઝ મટીરિયલ) માટે ગ્લોબલ ટેન્ડર (Global EOI) જારી કર્યું છે. આ વૈશ્વિક ટેન્ડર દ્વારા આંતરરાષ્ટ્રીય બિડર્સને (International Bidders) ભારત માટે પોલીમર સબસ્ટ્રેટ બનાવવા અને તેનો સપ્લાય કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બોલી (Bid) સબમિટ કરવાની છેલ્લી તારીખ 18 August નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સત્તાવાર પ્રતિક્રિયા માટે આરબીઆઈને ઈમેલ મોકલવામાં આવ્યો છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PlasticNotes PolymerCurrency RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ