બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં ભારતને હરાવ્યું, નિર્ણાયક મેચ જીતી સિરીઝ પર કર્યો કબજો
Last Updated: 12:22 AM, 20 July 2026
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ 19 જુલાઈ 2026 (રવિવાર)ના રોજ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 27 રનથી હરાવી દીધી છે. ભારતને જીત માટે 388 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તે 7 વિકેટે માત્ર 360 રન જ બનાવી શકી હતી.
ADVERTISEMENT
ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર 138 રન બનાવ્યા હતા પરંતુ તેની આ ઇનિંગ્સ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. સિરીઝની પ્રથમ મેચ બર્મિંગહામમાં ભારતે 6 વિકેટે જીતી હતી જ્યારે કાર્ડિફમાં ઇંગ્લેન્ડે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.

ADVERTISEMENT
આ રન ચેઝમાં ભારતીય ટીમની શરૂઆત મજબૂત રહી હતી. જેમાં રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 147 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં શુભમન ગિલે 84 બોલમાં 77 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ શુભમનની ODI કરિયરની 20મી ફિફ્ટી હતી. પણ આદિલ રશીદે શુભમનને LBW આઉટ કરીને ઓપનિંગ ભાગીદારી તોડી હતી.

ADVERTISEMENT
શુભમન ગિલના આઉટ થયા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટીમની જવાબદારી સંભાળી હતી. આ બંનેએ ઇંગ્લેન્ડના બોલરોનો સામનો કર્યો હતો. રોહિતે 84 બોલમાં સદી ફટકારી હતી. જેમાં 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત લોર્ડ્સમાં ODI માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મેલ ક્રિકેટર છે. રોહિત તેની 34મી ODI સદી પુરી કર્યા બાદ પણ સારા ફોર્મમાં દેખાતો હતો. રોહિતે 110 બોલમાં 138 રન બનાવ્યા હતા. જેમાં 17 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત જેકબ બેથેલ દ્વારા બોલ્ડ થયો હતો. રોહિત અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 113 રનની પાર્ટનરશીપ કરી હતી.
કોહલી 60 બોલમાં 74 બનાવી આઉટ થયો હતો. તો ઈશાન કિશન 14 બનાવી અને શ્રેયસ ઝીરો પણ આઉટ થયો હતો. ત્યાર બાદ આર્ચરે કેએલ રાહુલને 12 રને આઉટ કર્યો હતો. જેમાં અક્ષર પટેલ 2 જ રન બનાવી શક્યો હતો.
ADVERTISEMENT
England edge India in a high-scoring contest at Lord's to clinch the ODI series 2-1 💪
— ICC (@ICC) July 19, 2026
📝: https://t.co/eY31ILqyLW pic.twitter.com/6nSft1Aio7
ADVERTISEMENT
ટોસ જીતીને અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા હતા. આ લોર્ડ્સમાં ODI ક્રિકેટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. ઇંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરી હતી. જેમાં ઓપનર બેન ડકેટ અને જેકબ બેથેલે ભારતીય બોલરોને બરાબરના ધોયા હતા. તેઓએ પ્રથમ વિકેટ માટે 192 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી. આ પાર્ટનરશીપે ભારત સામે ઇંગ્લેન્ડની સૌથી મોટી ODI ઓપનિંગ પાર્ટનરશીપનો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેમને 2019 માં જેસન રોય અને જોની બેયરસ્ટો દ્વારા બનાવેલ 160 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.
બેન ડકેટે 135 બોલમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 141 રન બનાવ્યા હતા. તેને પ્રિન્સ યાદવે આઉટ કર્યો હતો. બીજી તરફ જેકબ બેથેલ સદી ચૂકી ગયો હતો. તેને 93 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 91 રન બનાવ્યા હતા. જો રૂટ અને કેપ્ટન જોસ બટલરે ભારતીય બોલરોની લાઇન અને લેન્થની પથારી ફેરવી નાખી હતી. આ બંનેએ સ્લોગ ઓવરમાં માત્ર 21 બોલમાં 63 રનની પાર્ટનરશીપ કરી હતી.
ADVERTISEMENT
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુર્નુર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.