બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / માત્ર 5 દિવસમાં TCSના રોકાણકારો થયા માલામાલ, ₹72 હજાર કરોડની થઈ કમાણી, રિલાયન્સ સહિત આ કંપનીઓ પણ રહી ફાયદામા

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / માત્ર 5 દિવસમાં TCSના રોકાણકારો થયા માલામાલ, ₹72 હજાર કરોડની થઈ કમાણી, રિલાયન્સ સહિત આ કંપનીઓ પણ રહી ફાયદામા

Last Updated: 06:05 PM, 19 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે જોવા મળેલા ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ટાટા ગ્રુપની આઇટી કંપની TCS એ જોરદાર પ્રદર્શન કર્યું છે. કંપનીએ માત્ર 5 જ દિવસમાં પોતાના રોકાણકારોને ₹72,000 કરોડથી વધુની બમ્પર કમાણી કરાવીને બજારમાં ધૂમ મચાવી દીધી છે.

1/6

photoStories-logo

1. માત્ર 5 દિવસમાં TCSના રોકાણકારો થયા માલામાલ, ₹72 હજાર કરોડની થઈ કમાણી, રિલાયન્સ સહિત આ કંપનીઓ પણ રહી ફાયદામા

વીતેલા સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો હોવા છતાં, અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ફાયદા સાથે બંધ રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળા સેન્સેક્સમાં 582 પોઈન્ટ્સ અને એનએસઈ નિફ્ટીમાં 127 પોઈન્ટ્સનો સુધારો નોંધાયો હતો. બજારની આ તેજી વચ્ચે દેશની ટોચની 10 સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાંથી 5 કંપનીઓની માર્કેટ વેલ્યુમાં જંગી વધારો થયો હતો, જ્યારે બાકીની 5 કંપનીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. પોતાના રોકાણકારોને બમ્પર ફાયદો કરાવનારી કંપનીઓમાં ટાટા ગ્રુપની આઇટી દિગ્ગજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) મોખરે રહી હતી, જેના શેરોએ માત્ર 5 દિવસમાં જ રોકાણકારોના ખિસ્સામાં ₹72,000 કરોડથી વધુનો નફો કરાવી આપ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 5 કંપનીઓએ રોકાણકારોને કરાવી ₹1.54 લાખ કરોડની કમાણી

શેરબજારમાં ગત સપ્તાહે જે પાંચ કંપનીઓએ રોકાણકારોને માલામાલ કર્યા તેમાં TCS સૌથી આગળ રહી હતી. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સે પણ બજારમાં જોરદાર કમાણી કરાવી હતી. આ પાંચેય કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (Market Cap) માત્ર 5 દિવસમાં અંદાજે ₹1.54 લાખ કરોડ વધી ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કુલ માર્કેટ કેપ વધીને આશરે ₹8.21 લાખ કરોડ પર પહોંચી ગયું

અહેવાલ મુજબ, શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે TCS નું કુલ માર્કેટ કેપ વધીને આશરે ₹8.21 લાખ કરોડ પર પહોંચી ગયું હતું, જે અંતર્ગત રોકાણકારોએ માત્ર એક સપ્તાહમાં જ બરાબર ₹72,072 કરોડની કમાણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપની આ કંપનીના નેટ પ્રોફિટમાં (ચોખ્ખો નફો) જૂન ક્વાર્ટરમાં 4.61% નો વધારો નોંધાયો છે અને કંપનીનો કુલ નફો ₹13,349 કરોડ રહ્યો છે, જેના કારણે શેરમાં જોરદાર તેજી જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના રોકાણકારો પણ ફાયદામાં

નફો કરાવવામાં માત્ર ટીસીએસ જ નહીં, પરંતુ પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ ICICI Bank નું માર્કેટ કેપ પણ વધીને ₹10.34 લાખ કરોડને પાર પહોંચી ગયું છે, જેનાથી તેના રોકાણકારોને 5 દિવસમાં ₹29,062 કરોડથી વધુનો નફો થયો છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની Reliance Industries ની માર્કેટ વેલ્યુ પણ ₹23,885 કરોડના ઉછાળા સાથે ₹17.95 લાખ કરોડ પર સ્થિર થઈ છે. આ સિવાય, Bajaj Finance ના માર્કેટ કેપમાં ₹21,946 કરોડનો વધારો થતાં તે ₹6.57 લાખ કરોડ થયું છે. જ્યારે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નું માર્કેટ કેપ ₹7,338 કરોડ વધીને ₹9.64 લાખ કરોડ પર પહોંચી ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ 5 કંપનીઓએ રોકાણકારોના પૈસા ડુબાડ્યા

બજારના સિક્કાની બીજી બાજુ જોઈએ તો, સેન્સેક્સની ટોપ-10 ફર્મ્સમાં સામેલ પાંચ કંપનીઓએ વીતેલા સપ્તાહે રોકાણકારોના પૈસા ડુબાડ્યા પણ છે, જેમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સૌથી આગળ રહી છે. એલ એન્ડ ટીનું માર્કેટ કેપ ₹18,098 કરોડ ઘટીને ₹5.25 લાખ કરોડ પર આવી ગયું છે.દેશની સૌથી મોટી વીમા કંપની LIC ની માર્કેટ વેલ્યુ પણ ₹12,081 કરોડની મોટી ગિરાવટ સાથે ₹5.48 લાખ કરોડ રહી ગઈ છે. ટેલિકોમ ક્ષેત્રની જાયન્ટ ભારતી એરટેલને (Bharti Airtel) પણ ફટકો પડ્યો છે અને તેનું બજાર મૂલ્ય ₹7,706 કરોડ તૂટીને ₹11.91 લાખ કરોડ થયું છે. આ સિવાય HDFC Bank નું માર્કેટ કેપ ₹7,085 કરોડ ઘટીને ₹12.62 લાખ કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL) નું માર્કેટ કેપ ₹1,222 કરોડ ઘટીને ₹5.04 લાખ કરોડ રહી ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માર્કેટ વેલ્યુમાં મુકેશ અંબાણીની કંપની હજુ પણ નંબર-1

દેશની સૌથી મૂલ્યવાન ટોચની કંપનીઓની યાદી પર નજર કરીએ તો, ગત સપ્તાહે પણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. ટોપ-10 ની આ રેન્કિંગમાં રિલાયન્સ પહેલા નંબરે કાબિજ છે, જ્યારે ત્યારબાદ ક્રમશઃ HDFC Bank, Bharti Airtel, ICICI Bank, SBI, TCS, Bajaj Finance, LIC, L&T અને છેલ્લે HUL નો નંબર આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TCS TataGroup RelianceIndustries
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ