બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:56 PM, 17 July 2026
ભારતીય રિઝર્વ બેંક (RBI) પ્લાસ્ટિક કરન્સી તરફ આગળ વધી રહી હોવાનું સંકેત મળ્યો છે. RBIની નોટ છાપતી કંપની BRBNMPLએ પ્લાસ્ટિક નોટ બનાવવા માટે જરૂરી પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિશ્વભરની કંપનીઓ પાસેથી પ્રસ્તાવો પણ માંગવામાં આવ્યા છે. જેના કારણે આગામી વર્ષોમાં ભારતીય ચલણી નોટોનું સ્વરૂપ બદલાઈ શકે છે.
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકની માલિકીની કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (BRBNMPL)એ પોલિમર શીટ ખરીદવા માટે રસ દર્શાવતી કંપનીઓ પાસેથી પ્રસ્તાવો માંગ્યા છે. પોલિમર શીટ પ્લાસ્ટિક નોટ બનાવવા માટેનું મુખ્ય કાચું માલ છે. આ પગલાને પ્લાસ્ટિક કરન્સી તરફના મહત્વપૂર્ણ તબક્કા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
BRBNMPL દેશની ચલણી નોટોના છાપકા સાથે જોડાયેલી મુખ્ય સંસ્થાઓમાંની એક છે. RBIના માર્ગદર્શન હેઠળ આ કંપની વિવિધ મૂલ્યની કરન્સી નોટોનું ઉત્પાદન કરે છે. નોટોની સુરક્ષા અને છપાઈ સાથે જોડાયેલી અનેક મહત્વની જવાબદારીઓ પણ આ સંસ્થા સંભાળે છે.
ADVERTISEMENT
વિશ્વના ઘણા દેશોમાં પહેલેથી જ પોલિમર આધારિત કરન્સીનો ઉપયોગ થાય છે. આવી નોટો સામાન્ય કાગળના નોટ કરતાં વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી શકે છે. સતત ઉપયોગ છતાં તે સરળતાથી ફાટતી કે ખરાબ થતી નથી. જેના કારણે સરકાર અને કેન્દ્રીય બેંકોને વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત પણ ઓછી રહે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ શેર માર્કેટમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ 77,000ને પાર, તો નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
ADVERTISEMENT
પોલિમરથી બનેલી નોટો વધુ ટકાઉ માનવામાં આવે છે. કાગળની નોટો ઘણીવાર ફાટી જાય છે અથવા ઘસાઈ જાય છે જ્યારે પ્લાસ્ટિક નોટમાં આ સમસ્યા ઓછી રહે છે. ઉપરાંત પાણી કે ભેજનો પણ તેના પર ઓછો પ્રભાવ પડે છે. વરસાદ દરમિયાન અથવા ભીના વાતાવરણમાં પણ આવી નોટો વધુ સુરક્ષિત રહે છે.
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે પ્લાસ્ટિક નોટોમાં આધુનિક સુરક્ષા ફીચર્સ ઉમેરવાનું વધુ સરળ બને છે. જેના કારણે નકલી નોટો બનાવવાનું મુશ્કેલ બની શકે છે. પારદર્શક વિન્ડો, ખાસ ડિઝાઇન અને અન્ય સુરક્ષા તત્વો કરન્સીને વધુ સુરક્ષિત બનાવી શકે છે.
હાલમાં RBI અથવા BRBNMPL દ્વારા પ્લાસ્ટિક નોટ જાહેર કરવાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે પોલિમર શીટ ખરીદવાની પ્રક્રિયા શરૂ થવાથી સ્પષ્ટ થાય છે કે આ દિશામાં તૈયારીઓ ચાલી રહી છે. આગામી સમયમાં RBI તરફથી વધુ માહિતી જાહેર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.