બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:17 AM, 17 July 2026
1/7
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓપનર બેટ્સમેન રોહિત શર્મા પોતાના કરિયરના અંતિમ તબક્કામાં છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વનડે મેચોમાં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકતા તેમના ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લોર્ડ્સમાં રમાનારી મેચ બાદ રોહિતના વનડે ભવિષ્ય અંગે નિર્ણય થઈ શકે છે. રોહિત શર્માએ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની જવાબદારી સંભાળી છે. તેમણે પોતાની આક્રમક બેટિંગથી અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે. હવે જો ભારતીય ટીમ નવા ઓપનરની શોધ કરશે તો ઘણા યુવા ખેલાડીઓ આ સ્થાન માટે દાવેદાર છે.
2/7
રોહિત શર્માના સૌથી મોટા વિકલ્પ તરીકે યશસ્વી જયસ્વાલનું નામ સૌથી આગળ છે. ડાબોડી બેટ્સમેન યશસ્વીએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.વનડે ફોર્મેટમાં પણ યશસ્વી લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યા છે. આક્રમક બેટિંગ કરવાની સાથે મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા તેમને ખાસ બનાવે છે.ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને યશસ્વીને લાંબી તક આપવા માંગે છે. જો રોહિત શર્મા વનડેમાંથી દૂર થાય છે તો શુભમન ગિલ સાથે યશસ્વી ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.
3/7
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ રોહિતના વિકલ્પ તરીકે મજબૂત દાવેદાર છે. ઈશાને વનડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારીને પોતાની ક્ષમતા બતાવી છે.ઈશાનની સૌથી મોટી તાકાત તેમની આક્રમક બેટિંગ છે. તેઓ શરૂઆતથી જ બોલરો પર દબાણ બનાવવાની ક્ષમતા ધરાવે છે.જોકે છેલ્લા કેટલાક સમયથી ટીમમાં તેમને સતત તક મળી નથી. પરંતુ ઓપનિંગ સ્થાન પર તેમને ફરી તક આપવામાં આવે તો તેઓ ઉપયોગી સાબિત થઈ શકે છે.
4/7
ઋતુરાજ ગાયકવાડનું નામ પણ રોહિત શર્માના વિકલ્પ તરીકે ચર્ચામાં છે. ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં તેમણે સતત સારું પ્રદર્શન કર્યું છે.ઋતુરાજ એક કુદરતી ઓપનર છે. જોકે ટીમમાં સ્થાન મેળવ્યા બાદ પણ તેઓ ઘણી વખત અંદર-બહાર થતા રહ્યા છે.જો ટીમ ઈન્ડિયા તેમને સતત તક આપે તો ઋતુરાજ વનડેમાં લાંબા સમય માટે ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે.
5/7
યુવા બેટ્સમેન અભિષેક શર્માએ ટી20 ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.પાવરપ્લેમાં ઝડપથી રન બનાવવાની તેમની ક્ષમતા તેમને અલગ બનાવે છે. આધુનિક વનડે ક્રિકેટમાં આવી શૈલીના બેટ્સમેનની જરૂર હોય છે.જો ભારતીય ટીમ ભવિષ્ય માટે આક્રમક ઓપનરની પસંદગી કરે છે તો અભિષેક શર્મા પણ એક સારો વિકલ્પ બની શકે છે.
6/7
સાઈ સુદર્શન પણ રોહિત શર્માના વિકલ્પની રેસમાં સામેલ છે. ઘરેલુ ક્રિકેટ અને આઈપીએલમાં તેમણે સતત સારું પ્રદર્શન કર્યું છે.સાઈની બેટિંગ ટેકનિક મજબૂત છે અને વનડે ફોર્મેટ માટે તેમની શૈલી યોગ્ય માનવામાં આવે છે.તેમને ટેસ્ટ ટીમમાં તક મળી ચૂકી છે અને હવે વનડે ટીમમાં સ્થાન મેળવવા પર નજર છે.
7/7
રોહિત શર્માની જગ્યા ભરવી ટીમ ઈન્ડિયા માટે સરળ નહીં હોય. રોહિતે વર્ષો સુધી ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. પરંતુ ભારતીય ક્રિકેટમાં નવા પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા અને સાઈ સુદર્શનમાંથી કોઈ એક ખેલાડી ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ સંભાળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ