ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ!, પાકિસ્તાનથી 6 મહિનાથી મળતા હતા આદેશ, ગુજરાતમાં સ્લીપર સેલ ઉભું કરવાની હતી તૈયારી!
Last Updated: 10:59 AM, 17 July 2026
ADVERTISEMENT
ગુજરાત ATS દ્વારા પકડાયેલા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે ATSએ પૂછપરછ માટે વધુ 5 લોકોની અટકાયત કરતાં સમગ્ર આતંકી નેટવર્ક વધુ મોટું હોવાની આશંકા વ્યક્ત થઈ છે. તપાસ એજન્સીઓ હવે એ જાણવા પ્રયાસ કરી રહી છે કે આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સામેલ હતા.
ADVERTISEMENT

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓમાંથી અહમદ અને ઈબ્રાહિમે ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદનું મોડ્યુલ ઊભું કરવાનું કામ શરૂ કર્યું હતું. બંને છેલ્લા લગભગ છ મહિનાથી પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના સતત સંપર્કમાં હતા અને તેમના માર્ગદર્શન હેઠળ અન્ય યુવકોને કટ્ટરપંથી વિચારધારા તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
ATSના જણાવ્યા મુજબ આરોપીઓએ વોટ્સએપ પર એક ગુપ્ત ગ્રુપ બનાવ્યું હતું, જેમાં તમામ 8 આરોપીઓ ઉપરાંત પાકિસ્તાની હેન્ડલર્સ પણ જોડાયેલા હતા. દરરોજ વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક થતો હતો અને ત્યારબાદ સુરક્ષિત સંચાર માટે ટેલિગ્રામનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા દેશવિરોધી વિચારધારા ફેલાવવાની સાથે નવા લોકોને સંગઠન સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નહોતા. તેઓ રાજ્યમાં સ્લીપર સેલ જેવી ગુપ્ત આતંકી વ્યવસ્થા ઉભી કરવા માટે કામ કરી રહ્યા હતા. ATSના જણાવ્યા મુજબ આ મોડ્યુલનો હેતુ સંગઠન માટે સ્થાનિક સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવાનો અને જરૂર પડે ત્યારે આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે માળખું ઊભું કરવાનો હતો.
ADVERTISEMENT
તપાસ દરમિયાન વધુ ગંભીર માહિતી પણ સામે આવી છે. ATSના સૂત્રો મુજબ અગાઉ ઝડપાયેલા આરોપીઓએ મળીને IED સહિતના વિસ્ફોટક ઉપકરણોનું પરીક્ષણ અને ટેસ્ટિંગ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. આ અંગે ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાઓની પણ તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ હવે એ શોધી રહી છે કે વિસ્ફોટકો માટેની સામગ્રી ક્યાંથી મેળવવામાં આવી હતી અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો.
ADVERTISEMENT
ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ માત્ર પોતે જ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત નહોતા, પરંતુ અન્ય લોકોને પણ રેડિકલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ તરફથી સતત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ ડેટા, ચેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ATSએ અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ 5 લોકોની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર આતંકી નેટવર્ક, પાકિસ્તાની કનેક્શન, ફંડિંગ, ડિજિટલ કમ્યુનિકેશન અને સંભવિત અન્ય સાગરિતો સુધી પહોંચવા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT