બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પ્રભાસની વધુ એક ફિલ્મ રિલીઝ માટે તૈયાર, ફૌજી' તોડશે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ? રિલીઝ પહેલા જાણો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / પ્રભાસની વધુ એક ફિલ્મ રિલીઝ માટે તૈયાર, ફૌજી' તોડશે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ? રિલીઝ પહેલા જાણો

Last Updated: 05:09 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સાઉથના સુપરસ્ટાર પ્રભાસે પોતાની મોસ્ટ અવેટેડ આગામી પેન-ઇન્ડિયા ફિલ્મ 'ફૌજી'ની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. આ મેગા પીરિયડ ડ્રામા ફિલ્મ આ જ વર્ષે ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે.

1/5

photoStories-logo

1. પ્રભાસની વધુ એક ફિલ્મ રિલીઝ માટે તૈયાર, ફૌજી' તોડશે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ? રિલીઝ પહેલા જાણો

સાઉથ સુપરસ્ટાર પ્રભાસે એકવાર ફરી પોતાના કરોડો ચાહકોને ચોંકાવી દીધા છે. પ્રભાસે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરીને વર્ષની સૌથી મોટી ફિલ્મી જાહેરાત કરી છે. પ્રભાસે પોતાની આગામી ફિલ્મ 'ફૌજી' (Fauzi) ની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, 'અજ્ઞાતપર્વનો અંત. ફૌજી 3 December 2026 ના રોજ.' પ્રભાસની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે અને માત્ર એક જ કલાકમાં લાખો લાઈક્સ તથા હજારો કોમેન્ટ્સ મળી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 'ફૌજી' તરીકે એક ધમાકેદાર ફિલ્મની તૈયારી

'ફૌજી' પ્રભાસની આગામી મોટી પેન-ઇન્ડિયા ફિલ્મ છે, જેનું શૂટિંગ શિડ્યુલ 'અજ્ઞાતપર્વ' નામથી પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મનું શૂટિંગ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે અને હવે પોસ્ટ-પ્રોડક્શનનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન 'સીતા રામમ' ફેમ ડાયરેક્ટર હનુ રાઘવપુડી (Hanu Raghavapudi) દ્વારા કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મિથુન ચક્રવર્તી, જયા પ્રદા અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે

આ ફિલ્મનું નિર્માણ 'પુષ્પા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનારા મેકર્સ 'માઇથ્રી મૂવી મેકર્સ' (Mythri Movie Makers) અને ટી-સિરીઝ (T-Series) ના બેનર હેઠળ થઈ રહ્યું છે. ફિલ્મમાં પ્રભાસની સાથે બોલિવૂડના દિગ્ગજ કલાકારો મિથુન ચક્રવર્તી, જયા પ્રદા અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે, જ્યારે પ્રખ્યાત સંગીતકાર વિશાલ ભારદ્વાજ આ ફિલ્મમાં સંગીત આપી રહ્યા છે. આ મેગા પ્રોજેક્ટના નિર્માતા નવીન યરનેની, વાય. રવિ શંકર અને ભૂષણ કુમાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પ્રભાસની આગામી ફિલ્મોની લાંબી લાઇન

પ્રભાસની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ફૌજી' ને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બાંગ્લા એમ કુલ 6 ભાષાઓમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે. પ્રભાસ હાલમાં ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. 'સાલાાર 2' (Salaar 2) અને 'કાંતારા ચેપ્ટર 1' (Kantara Chapter 1) જેવા મોટા પ્રોજેક્ટ્સની કતાર વચ્ચે 'ફૌજી' તેના કરિયરની વધુ એક માઈલસ્ટોન ફિલ્મ સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પ્રભાસની આ અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ 'ફૌજી'

'બાહુબલી' ના ઐતિહાસિક લુક બાદ પ્રભાસ ફરી એકવાર એક ભવ્ય પીરિયડ ડ્રામા ફિલ્મ સાથે મોટા પડદા પર પુનરાગમન કરી રહ્યો છે. આ ફિલ્મ દર્શકોને લાગણીઓથી ભરપૂર અને અદભુત વિઝ્યુઅલ્સ સાથેનો એક શાનદાર સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપે છે. પ્રભાસની આ અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ 'ફૌજી' 3 December 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેનાથી ડિસેમ્બર મહિનામાં બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તૂટી જવાની પૂરેપૂરી સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

FauziReleaseDate Prabhas Fauzi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ