ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:33 PM, 15 July 2026
ADVERTISEMENT
IND vs ENG 2nd ODI, Shubman Gill: ભારતીય કેપ્ટન શુભમન ગિલ મંગળવારે (14 જુલાઈ) ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાં આઉટ થયા પહેલા રિટાયર્ડ હર્ટ થઈ પેવેલિયન પરત ગયો હતો. ગિલને શરીરમાં તકલીફ થઇ હતી. તેણે થોડા સમય માટે ક્રૈમ્પ સાથે રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુખાવો અસહ્ય બન્યા પછી તે પેવેલિયન પાછો ફર્યો હતો.
ADVERTISEMENT
તેણે 75 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા. તે ફરી બેટિંગ કરવા પાછો ફર્યો નહીં. હવે પ્રશ્ન એ ઊભો થાય છે શું ઈજાગ્રસ્ત ગિલ આગામી વનડેમાં રમશે? શ્રેણીની બીજી મેચ ગુરુવાર 16 જુલાઈના રમાશે. જો ગિલ મેચ માટે ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ કોણ કેપ્ટનશીપ કરશે? અગાઉ રોહિત શર્મા ભારતનો વનડે કેપ્ટન હતો. શું ગિલની ગેરહાજરીમાં હિટમેનને ફરી એકવાર કમાન સોંપવામાં આવશે? ગિલની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં કોણ રમશે? ચાલો આ બધા પ્રશ્નોના જવાબો જાણીએ.
શું શુભમન ગિલ બીજી વનડે નહી રમે?
ADVERTISEMENT
બીસીસીઆઇએ ગિલની ઈજા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. તેથી ગિલનું રમવું ખૂબ જ સંભવ લાગે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ગિલ બીજી વનડે રમી શકશે કે નહીં.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટ / ગુજરાતીના જોરે જીત્યું ભારત, અક્ષર પટેલની ઓલરાઉન્ડ કમાલે ઈંગ્લેન્ડને ઘૂંટણિયે લાવ્યું
જો ગિલ નહીં રમે તો ભારતનો વનડે કેપ્ટન કોણ હશે?
ADVERTISEMENT
શ્રેયસ ઐયરને ઇંગ્લેન્ડ વનડે શ્રેણી માટે ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જો ગિલ ઈજાને કારણે બીજી વનડે રમી શકશે નહીં, તો શ્રેયસ ઐયર તેની જગ્યાએ ટીમનું નેતૃત્વ કરે તેવી સંભાવના છે. શ્રેયસ ઐયરે અગાઉ પાંચ મેચની ટી20 શ્રેણીમાં ભારતની કપ્તાની કરી હતી. ગિલની જગ્યાએ ઇશાન કિશન પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. એ જોવું રસપ્રદ રહેશે કે ઐયરને વનડે કેપ્ટન બનવાની તક મળે છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ