બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તત્કાલ ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ: IRCTC ની નવી વેબસાઇટમાંથી હટી જશે વારંવાર Captcha ભરવાની ઝંઝટ

બુકિંગ થશે સુપરફાસ્ટ / તત્કાલ ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ: IRCTC ની નવી વેબસાઇટમાંથી હટી જશે વારંવાર Captcha ભરવાની ઝંઝટ

Pravin Joshi

Last Updated: 12:23 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે ટિકિટ બુકિંગને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે IRCTC દ્વારા તેની નવી અને આધુનિક BETA વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. લગભગ 24 વર્ષ બાદ વેબસાઇટની ડિઝાઇનમાં આ મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી કરોડો મુસાફરોનો સમય બચશે.

જો તમે ટ્રેન ટિકિટ બુક કરવા માટે આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઇટનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. ભારતીય રેલવેએ તેની નવી IRCTC વેબસાઇટનું બીટા (BETA) વર્ઝન સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. હાલમાં આ નવું વર્ઝન સામાન્ય લોકો માટે ટેસ્ટિંગ (પરીક્ષણ) ના હેતુથી જારી કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે અને પોતાના પ્રતિસાદ (Feedback) આપી શકે. રેલવેના જણાવ્યા અનુસાર, લોકોના ફીડબેકના આધારે આ પોર્ટલમાં વધુ સુધારા કરવામાં આવશે અને ત્યારબાદ તેને કાયમી ધોરણે તમામ યુઝર્સ માટે મુખ્ય પોર્ટલ તરીકે લાઈવ કરી દેવામાં આવશે.

IRCTC 1

2002 થી ચાલતી વેબસાઇટમાં 24 વર્ષે મોટો બદલાવ

વર્ષ 2002 થી કાર્યરત આ આઇકોનિક વેબસાઇટની ડિઝાઇન અને તેના કામ કરવાની પદ્ધતિમાં આશરે 24 વર્ષ બાદ આટલો મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેથી ટિકિટ બુક કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ બની શકે.

IRCTC 2

નવી બીટા વેબસાઇટના સૌથી મહત્વપૂર્ણ ફીચર્સ

ક્લીન અને આકર્ષક યુઝર ઇન્ટરફેસ (UI)

રેલ મંત્રાલયના જણાવ્યા મુજબ, નવું ડિઝાઇન ફોર્મેટ પહેલાં કરતાં ઘણું શાંત અને મિનિમલિસ્ટિક છે. સ્ક્રીન પર હવે બિનજરૂરી પોપ-અપ્સ (Pop-ups), ફ્લેશિંગ એડ્સ કે યુઝર્સનું ધ્યાન ભટકાવે તેવી વસ્તુઓ નહીં હોય. આનાથી યુઝર્સ સીધા ટિકિટ બુકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

વારંવાર કેપ્ચા (Captcha) ભરવાની ઝંઝટમાંથી મુક્તિ

ટિકિટ બુક કરતી વખતે અને ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ (Tatkal Booking) દરમિયાન વારંવાર કેપ્ચા કોડ ભરવાના કારણે સમય બગડતો હતો. નવા બીટા વર્ઝનમાં આ પ્રક્રિયાને અત્યંત સરળ બનાવીને કેપ્ચાની જરૂરિયાતને ઘણી હદ સુધી ઘટાડી દેવામાં આવી છે.

તમામ ક્લાસની સીટો એક જ સ્ક્રીન પર

અગાઉ અલગ-અલગ ક્લાસ (Sleeper, 3AC, 2AC વગેરે) માં સીટની ઉપલબ્ધતા જોવા માટે વારંવાર ઓપ્શન્સ બદલવા પડતા હતા. હવે નવી વેબસાઇટમાં તમામ ક્લાસની ઉપલબ્ધ સીટોની વિગતો એક જ જગ્યાએ સાથે જોઈ શકાશે.

સરળ ચેકઆઉટ અને ઝડપી પેમેન્ટ પ્રક્રિયા

ટિકિટ બુક કરવા માટે પહેલાં યુઝર્સને ઘણી બધી સ્ક્રીન્સ અને મલ્ટિપલ સ્ટેપ્સમાંથી પસાર થવું પડતું હતું. નવી વેબસાઇટમાં આ પગલાં ઘટાડી દેવામાં આવ્યા છે, જેથી ટિકિટ ખૂબ જ ઓછા સમયમાં બુક થઈ જશે.

પેસેન્જર પ્રોફાઇલ સેવિંગ ફીચર

જો તમે વારંવાર તમારા પરિવાર કે મિત્રો માટે ટિકિટ બુક કરતા હોવ, તો હવે તમારે દર વખતે તેમનું નામ, ઉંમર કે અન્ય વિગતો મેન્યુઅલી ટાઇપ નહીં કરવી પડે. સેવ કરેલી પેસેન્જર લિસ્ટનો ડેટા સિંગલ ક્લિકથી ફરીથી વાપરી શકાશે.

IRCTC 3

MNIT જયપુરના વિદ્યાર્થીઓનું વિશેષ યોગદાન

રેલ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે આ નવી વેબસાઇટની ડિઝાઇનમાં Malaviya National Institute of Technology (MNIT) જયપુરના તેજસ્વી વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ સૂચનો સામેલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ આપેલા યુઝર-ફ્રેન્ડલી આઇડિયાઝના આધારે જ આ નવો બીટા લેઆઉટ તૈયાર કરવામાં આવ્યો છે.

નવા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) સાથે જોડાણ

સરકાર ટૂંક સમયમાં આ નવી વેબસાઇટને અત્યાધુનિક પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) સાથે જોડવા જઈ રહી છે. આ આખી સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેથી તહેવારો અથવા પીક અવર્સ (Peak Hours) દરમિયાન જ્યારે કરોડો યુઝર્સ એકસાથે વેબસાઇટ પર આવે ત્યારે પણ સર્વર ડાઉન ન થાય અને ટિકિટ બુકિંગ અટક્યા વગર ચાલી શકે.

વધુ વાંચો : તિરુપતિ મંદિરમાં VIP આરતી પર વિવાદ, MP-MLA કરશે પહેલી આરતી, CMના નિર્ણયથી નારાજગી

બીટા વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો?

યુઝર્સ આ નવી સુવિધાનો લાભ લેવા માટે સીધા https://www.irctc.co.in/eticket/ લિંક પર જઈ શકે છે. આ ઉપરાંત, હાલની મુખ્ય IRCTC વેબસાઇટના હોમપેજ પર પણ નવી બીટા વેબસાઇટનો સીધો લિંક આપેલ છે, જ્યાં ક્લિક કરીને મુસાફરો પોતાનો પ્રતિસાદ આપી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NewIRCTC IRCTC IndianRailways
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ