બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / અષાઢી બીજે મેઘમહેર, રાજકોટના સરપદળમાં 3 ઇંચથી વધુ વરસાદ, બોટાદમાં પણ ધોધમાર વરસ્યો મેઘ
Last Updated: 10:46 PM, 16 July 2026
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું. પડધરી તાલુકાના આસપાસના ગામમાં ધોધમાર વરસાદ થયો. સૌથી વધુ સરપદળ ગામે 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. જેને લઈ સરપદળ અને આસપાસની નદીઓ બેકાંઠે વહેતી થઈ છે. અષાઢીબીજના દિવસે વાયણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો..
ADVERTISEMENT
બોટાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી
ADVERTISEMENT
બોટાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નાગનેશ ગામ સહિત કિનારા, બરાનીયા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
વિરામ બાદ બોટાદ અને ગઢડામાં જામ્યો વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ બોટાદ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ મહેર કરી છે. બોટાદ શહેર સહિત ભાવનગર રોડ અને પાળીયાદ રોડ વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ગઢડા તાલુકાના લાખણકા, પડવદર, મોટી કુંડળ અને ઢસા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ચાર વેધર સિસ્ટમના કારણે વરસાદી માહોલ
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજ્ય પર એકસાથે ચાર મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના સંયુક્ત પ્રભાવથી અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. તેના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આ થશે મેઘમહેર
ADVERTISEMENT
ગીર સોમનાથમાં ખેડૂતોને મળી રાહત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો છે. વહેલી સવારથી વરસેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને સારો લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.