બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં RTOની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું રેકેટ ઝડપાયું, QR સ્કેન કરતાં ખુલ્યું લાખનું કૌભાંડ
Last Updated: 08:22 PM, 16 July 2026
સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો. RTOની નકલી રસીદો. અને વાહનો છોડાવવાનું આખું ગેરકાયદેસર નેટવર્ક. સુરત ગ્રામ્યના કડોદરામાંથી એક એવું કૌભાંડ સામે આવ્યું છે. જેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. RTOમાં દંડ ભર્યાની આબેહૂબ નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. QR સકેન કરતા સમગ્ર કૌભાંડ આવ્યું. કડોદરા GIDC પોલીસે ત્રણ ઈસમો સામે ગંભીર ગુનો નોંધી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આખરે કેવી રીતે ચાલતું હતું આ ફ્રોડનું નેટવર્ક જુઓ ક્રાઈમ વિશેષ અહેવાલ...
ADVERTISEMENT
છેતરપિંડીનું એવું નેટવર્ક. જ્યાં સરકારી દંડ ભરાયો હોવાનો માત્ર દેખાવ કરવામાં આવતો હતો. પરંતુ સરકારી તિજોરીમાં એક પણ રૂપિયો જમા થતો નહોતો. આરોપીઓ એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતા, જેમના વાહનો RTO દ્વારા ડિટેઈન કરાયા હોય. ત્યારબાદ તેઓ ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપી મોટી રકમ વસૂલતા. પૈસા હાથમાં આવ્યા પછી શરૂ થતો હતો આખા ખેલનો સૌથી મોટો ભાગ.

ADVERTISEMENT
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ.
ADVERTISEMENT
કડોદરા GIDC પોલીસ અને સુરત ગ્રામ્ય આર.આર. સેલને મળેલી ચોક્કસ બાતમી બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે અકબર શેખ અને સુનિલ શર્મા ગ્રાહકો શોધી લાવતા હતા, જ્યારે 12 પાસ મોહશીન રેડીમ કમ્પ્યુટર પર આબેહૂબ ડુપ્લિકેટ રસીદો તૈયાર કરતો હતો. આરોપીઓ 10 હજાર રૂપિયાનો દંડ માત્ર 5 હજારમાં પતાવી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા.

ADVERTISEMENT
નોંધનીય છે કે મુખ્ય આરોપી મોહશીન અગાઉ RTO કચેરી બહાર કમ્પ્યુટર સંબંધિત કામ કરતો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. RTOના સત્તાવાર રેકોર્ડમાં દંડ ભર્યાની કોઈ નોંધ નહોતી, છતાં વાહનો મુક્ત થઈ ચૂક્યા હતા.

ADVERTISEMENT
ઓરિજિનલ રસીદ ની અંદર જે QR સકેન કરતા દંડ ની તમામ વિગત આવતી જ્યારે ડુપ્લીકેટ QR ની અંદર અન્ય એપ્લિકેશન ખુલતી હતી. જેઠી શંકા જતા સમગ્ર મામલે જીણવત ભરી તપાસ હાથધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹5.18 લાખથી વધુની છેતરપિંડી સામે આવી છે. પોલીસે સુરત શહેરના ત્રણ એજન્ટો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ 'કેસ હારી જશો' કહી પિતાને ડરાવ્યા, પછી 12 વર્ષની બાળકી સાથે સુરતના નરાધમ વકીલે આચર્યું દુષ્કર્મ
ADVERTISEMENT
હવે સૌથી મોટો સવાલ એ છે કે. શું આ કૌભાંડ માત્ર ત્રણ એજન્ટો સુધી જ સીમિત છે... કે પછી આ નેટવર્કમાં અન્ય લોકો પણ સામેલ છે? શું RTOના કોઈ કર્મચારીની પણ સંડોવણી છે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. જો તપાસમાં વધુ પુરાવા સામે આવશે તો આ કૌભાંડમાં વધુ ધરપકડો પણ થઈ શકે છે. હાલ તો ત્રણ એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, પરંતુ આ કેસમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.