બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ડીઝલ નહીં, વીજળી પણ નહીં, હવે હાઈડ્રોજનથી દોડી રહી છે ટ્રેન, કેટલી સુરક્ષિત છે ભારતની નવી ટેક્નોલોજી?
Last Updated: 04:08 PM, 16 July 2026
ભારતીય રેલવે આજે એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી તમે અને વીજળીથી ચાલતી ટ્રેનો જોઈ હશે, પરંતુ હવે દેશમાં એવી ટ્રેન દોડવા જઈ રહી છે, જે ડીઝલ નહીં બાળે, ધુમાડો નહીં છોડે અને માત્ર પાણીની વરાળ (Water Vapour) બહાર કાઢશે. 16 જુલાઈ એટલે કે આજે હરિયાણાના જીંદથી દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી અપાઈ છે. આ સાથે ભારત વિશ્વના એવા ગણતરીના દેશોમાં સામેલ થયું છે, જ્યાં હાઇડ્રોજન આધારિત રેલ પરિવહન શરૂ થઈ ચૂક્યું છે.
ADVERTISEMENT
આ ટ્રેન કેટલી ખાસ છે? હાઇડ્રોજનથી ટ્રેન ચાલે કેવી રીતે? એક વખત ફ્યુઅલ ભરાવ્યા પછી કેટલું અંતર કાપે છે? અને ભારતે આ ટેક્નોલોજી માટે જીંદ-સોનીપત રૂટ જ કેમ પસંદ કર્યો? ચાલો સરળ ભાષામાં સમજીએ...
ADVERTISEMENT
સામાન્ય ટ્રેનમાં ડીઝલ બળે છે અથવા વીજળીનો ઉપયોગ થાય છે. પરંતુ હાઇડ્રોજન ટ્રેનમાં Hydrogen Fuel Cell દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળીથી મોટર ચાલે છે અને ટ્રેન આગળ વધે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ કે ધુમાડો બહાર પડતો નથી. માત્ર પાણીની વરાળ, ગરમી, બહાર આવે છે. એટલે તેને દુનિયાની સૌથી સ્વચ્છ પરિવહન ટેક્નોલોજીમાં ગણવામાં આવે છે.
ADVERTISEMENT
હાઇડ્રોજન ટ્રેન શરૂ થતાં ભારત હવે જાપાન, જર્મની, અમેરિકા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થશે. આ ટ્રેન માત્ર આયાતી ટેક્નોલોજી પર આધારિત નથી, પરંતુ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશના અનેક હેરિટેજ અને પહાડી રૂટ પર ડીઝલ ટ્રેનોની જગ્યાએ હાઇડ્રોજન ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રેલવે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ રૂટ અનેક કારણોસર સૌથી યોગ્ય માનવામાં આવ્યો. કારણ કે,
ADVERTISEMENT
આ રૂટ પર ટ્રેન દરરોજ બે રાઉન્ડ ટ્રિપ કરીને લગભગ 356 કિલોમીટરનું અંતર કાપશે.
આ ટ્રેનમાં 1200 kW Hydrogen Fuel Cell Propulsion System લગાવવામાં આવ્યું છે. તેની પ્રક્રિયા સરળ રીતે સમજીએ.
ટ્રેનમાં સંગ્રહિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલમાં પહોંચે છે.
હવામાં રહેલા ઓક્સિજન સાથે હાઇડ્રોજનની કેમિકલ રિએક્શન થાય છે.
આ પ્રક્રિયામાં વીજળી ઉત્પન્ન થાય છે.
વીજળી ટ્રેનની મોટરને ચલાવે છે.
બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ બહાર આવે છે.
એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ધુમાડા કે ઝેરી વાયુઓનું ઉત્સર્જન થતું નથી.
ટ્રેનમાં કુલ 440 કિલોગ્રામ હાઇડ્રોજન ભરવામાં આવશે. તેને કુલ 27 હાઇ-પ્રેશર સિલિન્ડરમાં ટ્રેનના આગળ અને પાછળના ભાગમાં સંગ્રહિત કરવામાં આવશે. જીંદ પ્લાન્ટમાં 1 MW ક્ષમતાના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ દ્વારા ઇલેક્ટ્રોલિસિસથી હાઇડ્રોજન તૈયાર થશે. અહીં લગભગ 3000 કિલોગ્રામ હાઇડ્રોજન સંગ્રહ કરવાની ક્ષમતા છે.
રેલવેના જણાવ્યા પ્રમાણે એક વખત હાઇડ્રોજન ભરાવ્યા પછી ટ્રેન લગભગ 250 કિલોમીટર સુધી દોડી શકશે.
આ પણ વાંચો- કેનેડામાં જંગલની આગ વચ્ચે ફસાઈ માલગાડી, ભયાનક વીડિયો વાયરલ, ટ્રેન ક્રૂનો આબાદ બચાવ
હાઇડ્રોજન જ્વલનશીલ ગેસ હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં
જેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
ટ્રેન નંબર 74010 સવારે 7:40 વાગ્યે જીંદથી નીકળશે અને 9:40 વાગ્યે સોનીપત પહોંચશે. પરત ફરતી ટ્રેન 74009 સવારે 10:40 વાગ્યે સોનીપતથી નીકળશે અને બપોરે 1 વાગ્યે જીંદ પહોંચશે. દિવસમાં બે રાઉન્ડ ટ્રિપ દરમિયાન ટ્રેન લગભગ 356 કિલોમીટર, અંદાજે 2600 મુસાફરોને સેવા આપશે. માર્ગમાં ટ્રેન 12 સ્ટેશનો પર રોકાશે.
ભારતીય રેલવે 'Hydrogen for Heritage' યોજના હેઠળ કુલ 35 હાઇડ્રોજન ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે. આ ટ્રેનો મુખ્યત્વે નીલગિરી, દાર્જિલિંગ, કાંગડા જેવા હેરિટેજ અને પહાડી રૂટ પર દોડાવવાની યોજના છે, જ્યાં ઇલેક્ટ્રિફિકેશન મુશ્કેલ અથવા ખર્ચાળ છે. દરેક ટ્રેન પાછળ અંદાજે ₹80 કરોડનો ખર્ચ થશે, જ્યારે દરેક રૂટ પર જરૂરી હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારાના ₹70 કરોડ ખર્ચાશે.
ભારત દર વર્ષે કરોડો રૂપિયાનું આયાતી ઇંધણ ખરીદે છે. આવી સ્થિતિમાં હાઇડ્રોજન આધારિત ટ્રેનો ડીઝલ પરની નિર્ભરતા ઘટાડશે. કાર્બન ઉત્સર્જન ઓછું કરશે. નેટ-ઝીરો કાર્બન લક્ષ્યને ટેકો આપશે. ગ્રીન હાઇડ્રોજન મિશનને ગતિ આપશે. સ્વદેશી ટેક્નોલોજીને મજબૂત બનાવશે. જો જીંદ-સોનીપત રૂટ પરનો આ પાયલોટ સફળ રહેશે, તો આવનારા વર્ષોમાં દેશના અનેક રૂટ પર ધુમાડા વિનાની, પર્યાવરણમૈત્રી હાઇડ્રોજન ટ્રેનો દોડતી જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.