ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / The Odyssey Review: કેવી છે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ? તમને ગમશે કે નહીં?

મનોરંજન / The Odyssey Review: કેવી છે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ? તમને ગમશે કે નહીં?

Published By: Priykant Shrimali

Last Updated: 09:28 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Odyssey Review : ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય 'ધ ઓડિસી'ને નોલને પોતાની આગવી સ્ટાઈલમાં રજૂ કરી, ભવ્ય વિઝ્યુઅલ્સ, ધમાકેદાર સાઉન્ડ ડિઝાઇન અને મેટ ડેમનની મજબૂત એક્ટિંગ ફિલ્મને બનાવે છે યાદગાર.

ADVERTISEMENT

The Odyssey Review : હોલિવૂડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલન ફરી એકવાર લાર્જર ધેન લાઈફ ફિલ્મ લઈને આવ્યા છે, જે માત્ર જોવા માટે નહીં, પરંતુ એક્સપીરિયન્સ કરવા માટે બનાવાઈ છે. ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય 'ધ ઓડિસી'ને નોલને પોતાની આગવી સ્ટાઈલમાં રજૂ કરી છે. ભવ્ય વિઝ્યુઅલ્સ, ધમાકેદાર સાઉન્ડ ડિઝાઇન અને મેટ ડેમનની મજબૂત એક્ટિંગ ફિલ્મને યાદગાર બનાવે છે, જોકે ધીમી ગતિ કેટલાક દર્શકોની ધીરજની કસોટી કરી શકે છે.

શું છે ફિલ્મની વાર્તા?

'ધ ઓડિસી' ટ્રોજન યુદ્ધ બાદ પોતાના રાજ્ય અને પરિવાર પાસે પરત ફરવા નીકળેલા રાજા ઓડિસિયસની સફર છે. આ પ્રવાસ સામાન્ય નથી. દેવતાઓનો કોપ, દરિયામાં આવતાં ભયાનક તોફાનો, રહસ્યમય જીવ, લાલચ અને અનેક અસંભવ પડકારો વચ્ચે ઓડિસિયસ જીવતા બચવાની સાથે પોતાનું રાજ્ય અને પરિવાર પાછો મેળવવા માટે સંઘર્ષ કરે છે. ક્રિસ્ટોફર નોલનs આ વાર્તાને માત્ર પૌરાણિક સાહસ બતાવવાને બદલે નસીબ, બલિદાન અને સ્ટ્રગલને કેન્દ્રમાં રાખીને વધુ ફિલોસોફિકલ બનાવી છે. આ ફિલ્મ માત્ર એક્શન નહીં, પરંતુ થોટ પ્રોવોકિંગ પણ છે

ફિલ્મની સૌથી મોટી તાકાત

ફિલ્મની સૌથી મોટું હાઇલાઇટ તેનો સાઉન્ડ છે. દરિયાના મોજાં હોય કે ભયાનક દૈવી પ્રાણીઓના અવાજ, દરેક સીન થિયેટરમાં બેઠેલા દર્શકને પોતે ઘટનાસ્થળે હોય એવો જ અનુભવ કરાવે છે. લુડવિગ ગોરાન્સનો બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને વધુ અસરકારક બનાવે છે. ઘણા દૃશ્યો માત્ર સંગીત અને સાઉન્ડના કારણે લાંબા સમય સુધી યાદ રહી જાય છે. ક્રિસ્ટોફર નોલને ફરી એકવાર IMAX 70mm ફોર્મેટનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સમુદ્રમાં થતા યુદ્ધ, ભયાનક તોફાનો અને પૌરાણિક દૃશ્યો વિશાળ પડદા પર અદભૂત અનુભવ કરાવે છે. ગ્રીસ, ઇટાલી, મોરોક્કો, આઇસલેન્ડ અને સ્કોટલેન્ડમાં થયેલા શૂટિંગના કારણે ફિલ્મની દરેક ફ્રેમ ભવ્ય અને વાસ્તવિક લાગે છે.

ક્યાં નબળી પડે છે ફિલ્મ?

આટલી મોટી ફિલ્મ હોવા છતાં તેની સૌથી મોટી ખામી તેની પસ છે. પહેલા હાફમાં ફિલ્મની વાર્તા ઘણી જગ્યાએ ધીમી લાગે છે. પાત્રો વચ્ચેના લાંબા સંવાદો અને નોલનની ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટોરીટેલિંગ સામાન્ય દર્શકોને બોરિંગ લાગી શકે છે. વિઝ્યુઅલ્સ પણ ઘણી જગ્યાએ ડાર્ક અને મોનોક્રોમેટિક હોવાથી કેટલાક સુંદર સીનનો પ્રભાવ ઓછો થઈ જાય છે. જોકે ફિલ્મનો ક્લાઇમેક્સ જબરજસ્ત છે, પરંતુ ત્યાં સુધી પહોંચવામાં સમય લાગે છે.

કેવી છે એક્ટિંગ

મેટ ડેમન ઓડિસિયસના પાત્રમાં ફિલ્મની સૌથી મોટી તાકાત છે. યુદ્ધથી થાકેલા પરંતુ હાર ન માનતા રાજાના પાત્રમાં તે ખૂબ પ્રભાવશાળી છે. એન હેથવે પેનેલોપના પાત્રમાં શાંત પરંતુ અસરકારક અભિનય કરે છે. ટોમ હોલેન્ડ ટેલેમેકસ તરીકે પોતાની પરિપક્વતા સાબિત કરે છે અને પાત્રની ભાવનાત્મક સફર સારી રીતે રજૂ કરે છે. ઝેન્ડાયા દેવી એથેનાના પાત્રમાં રહસ્યમય અને પ્રભાવશાળી દેખાય છે. સપોર્ટિંગ કાસ્ટમાં જોન બર્નથલ, રોબર્ટ પેટિનસન, ચાર્લીઝ થેરોન, લુપિતા ન્યોંગો, હિમેશ પટેલ, એલિયટ પેજ, સમંથા મોર્ટન અને જોન લેગુઇઝામો પોતાના પાત્રોને પૂરતો ન્યાય આપે છે.

આ પણ વાંચો : રામ કપૂરના પ્રેમમાં પડી બિઝનેસના અશનીર ગ્રોવરની પત્ની? માધુરીએ આપ્યો જવાબ

ડિરેક્શન કેવું છે?

ક્રિસ્ટોફર નોલન ફરી એકવાર સાબિત કરે છે કે મોટા સ્કેલ પર ફિલ્મ બનાવવામાં તેમનો કોઈ જવાબ નથી. હોયટ વાન હોયટેમાની સિનેમેટોગ્રાફી ફિલ્મને ભવ્ય બનાવે છે, જ્યારે લુડવિગ ગોરાન્સનનું સંગીત અને જેનિફર લેમનું એડિટિંગ ફિલ્મના અનુભવને વધુ મજબૂત બનાવે છે.

જોવી જોઈએ કે નહીં?

જો તમને ક્રિસ્ટોફર નોલનની ફિલ્મો ગમે છે, પૌરાણિક કથાઓમાં રસ છે અને IMAX જેવી મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવાનો શોખ છે, તો 'ધ ઓડિસી' ચોક્કસ જોવાલાયક ફિલ્મ છે. જો કે, જે દર્શકો ઝડપી ગતિવાળી અને સતત એક્શનથી ભરપૂર ફિલ્મની અપેક્ષા રાખે છે, તેમને ફિલ્મનો પહેલો ભાગ થોડો ધીમો લાગી શકે છે. ભવ્ય વિઝન, અદભૂત સાઉન્ડ ડિઝાઇન અને મેટ ડેમનની શાનદાર એક્ટિંગ માટે 'ધ ઓડિસી' મોટા પડદા પર જોવાનો અનુભવ ચૂકી શકાય એવો નથી. જોકે તેની ધીમી ગતિ અને ગંભીર સ્ટોરીટેલિંગ દરેક દર્શકને સમાન રીતે પસંદ આવે એવું જરૂરી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Christopher Nolan Matt Damon The Odyssey Review

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ