બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / મેસીના જાદુએ ઈંગ્લેન્ડનું સપનું તોડ્યું, આર્જેન્ટિના સતત બીજી વખત ફાઇનલમાં

સ્પોર્ટ્સ / મેસીના જાદુએ ઈંગ્લેન્ડનું સપનું તોડ્યું, આર્જેન્ટિના સતત બીજી વખત ફાઇનલમાં

Jinal Chauhan

Last Updated: 10:07 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિયોનેલ મેસીના શાનદાર પ્રદર્શનના કારણે આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને 2-1થી હરાવી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. છેલ્લી 7 મિનિટમાં મેચનું ચિત્ર બદલાઈ ગયું અને ડિફેન્ડિંગ ચેમ્પિયને ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી.

ફિફા વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ફૂટબોલ ચાહકોને રોમાંચથી ભરપૂર મુકાબલો જોવા મળ્યો. એક સમયે ઈંગ્લેન્ડની જીત લગભગ નિશ્ચિત લાગી રહી હતી, પરંતુ લિયોનેલ મેસીના બે અદ્ભુત પાસે આખી મેચનો રંગ બદલી નાખ્યો. આર્જેન્ટિનાએ અંતિમ ક્ષણોમાં બે ગોલ ફટકારી 2-1થી જીત મેળવી. હવે ફાઇનલમાં તેનો મુકાબલો સ્પેન સામે થશે.

ઈંગ્લેન્ડે કરી હતી મજબૂત શરૂઆત

અટલાન્ટાના મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફ દરમિયાન ખેલાડીઓ વચ્ચે અનેક વખત તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. બંને ટીમોએ તક બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ગોલ થઈ શક્યો નહોતો. પરિણામે પ્રથમ હાફ 0-0ની બરાબરી પર પુરી થો.

બીજા હાફમાં ઈંગ્લેન્ડે મેળવી લીડ

મેચની 55મી મિનિટે ઈંગ્લેન્ડને મોટી સફળતા મળી હતી. મોર્ગન રોજર્સના શાનદાર પાસને એન્થની ગોર્ડને ગોલમાં ફેરવી ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. આ ગોલ બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ વધુ આત્મવિશ્વાસ સાથે રમતા દેખાયા અને ફાઇનલનો રસ્તો લગભગ સાફ દેખાતો હતો.

85મી મિનિટે મેસીએ બદલી મેચ

મેચના અંતિમ તબક્કામાં લિયોનેલ મેસીએ પોતાની ક્લાસ બતાવી. 85મી મિનિટે મેસીએ ડિફેન્ડરોને ચકમો આપી એન્ઝો ફર્નાન્ડેઝને ચોક્કસ પાસ આપ્યો. ફર્નાન્ડેઝે જોરદાર શોટ મારી સ્કોર 1-1 કરી દીધો. આ ગોલે આર્જેન્ટિનાને નવી ઊર્જા આપી.

lionel-messi (3)

ઈન્જરી ટાઈમમાં લાઉતારોનો નિર્ણાયક ગોલ

મેચ એક્સ્ટ્રા ટાઈમ તરફ જઈ રહ્યો હતો ત્યારે ઈન્જરી ટાઈમમાં મેસીએ ફરી એક વખત કમાલ કરી બતાવી. તેમના સચોટ પાસને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવી દીધો. માત્ર થોડા જ મિનિટોમાં આર્જેન્ટિનાએ 1-0થી પાછળ હોવા છતાં 2-1ની લીડ મેળવી લીધી.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈજાગ્રસ્ત શુભમન ગિલ બીજી વનડે નહીં રમે, કોણ હશે ટીમનો કેપ્ટન?

જીત બાદ ભાવુક થયા મેસી

અંતિમ સીટી વાગતા જ લિયોનેલ મેસી મેદાન પર ઘૂંટણિયે બેસી ગયા હતા. તેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. સાથી ખેલાડીઓએ તેમને ગળે લગાવી જીતની ઉજવણી કરી હતી. 39 વર્ષીય મેસી હવે સતત બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતવાથી માત્ર એક પગલું દૂર છે.

હવે સ્પેન સામે ખિતાબી જંગ

આર્જેન્ટિનાની ટીમ હવે રવિવારે ન્યૂ જર્સીમાં રમાનારી ફાઇનલમાં સ્પેન સામે ટકરાશે. બંને ટીમો અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહી છે. ફૂટબોલ ચાહકોને હવે એક વધુ હાઈ-વોલ્ટેજ અને ઐતિહાસિક ફાઇનલ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lionel Messi Argentina vs England FIFA World Cup 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ