બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજથી શરૂ થઈ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, જાણો શું છે આ પવિત્ર પરંપરાનું મહત્ત્વ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / આજથી શરૂ થઈ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, જાણો શું છે આ પવિત્ર પરંપરાનું મહત્ત્વ

Last Updated: 07:37 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાનો આજે ભવ્ય પ્રારંભ થયો છે. ઓડિશાના પુરીમાં યોજાતો આ મહાપર્વ દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. આજથી શરૂ થઈ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા

આષાઢ સુદ બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના ભવ્ય રથોમાં સવાર થઈ ગુન્ડિચા મંદિર તરફ પ્રસ્થાન કરે છે. રથયાત્રા દરમિયાન રથની દોરી ખેંચવાનું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર ઉત્સવનો સમાપન 27 જુલાઈએ નીલાદ્રી બીજે વિધિ સાથે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભગવાન જગન્નાથ માસીના ઘરે કેમ જાય છે?

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મુખ્ય મંદિર છોડીને ગુન્ડિચા મંદિર જાય છે. ધાર્મિક માન્યતા મુજબ ગુન્ડિચા મંદિર ભગવાનની મૌસીનું ઘર માનવામાં આવે છે. અહીં ભગવાન નવ દિવસ સુધી નિવાસ કરે છે. આ સમય દરમિયાન લાખો ભક્તો ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને રથયાત્રાનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રથની દોરી ખેંચવાનું શું છે મહત્વ?

જગન્નાથ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ મળીને રથની દોરી ખેંચે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાનના રથને ખેંચવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે. ક્તો માને છે કે રથની દોરીને સ્પર્શ કરવાથી પણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેથી દર વર્ષે લાખો લોકો આ પવિત્ર ક્ષણનો ભાગ બનવા માટે પુરી પહોંચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ત્રણેય રથોની છે અલગ ઓળખ

ભગવાન જગન્નાથનો રથ 'નંદીઘોષ' તરીકે ઓળખાય છે, જે પીળા અને લાલ રંગથી શોભિત હોય છે. મોટા ભાઈ બલભદ્રનો રથ 'તાલધ્વજ' કહેવાય છે, જે લીલા અને લાલ રંગનો હોય છે. બહેન સુભદ્રાનો રથ 'દર્પદલન' અથવા 'પદ્મ રથ' તરીકે ઓળખાય છે. આ રથ લાલ અને કાળા રંગથી સજાવવામાં આવે છે. ત્રણેય રથો દર વર્ષે ખાસ લાકડાથી તૈયાર કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બહૂડા યાત્રા શું છે?

ગુન્ડિચા મંદિરમાં નવ દિવસના નિવાસ બાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા મુખ્ય મંદિર પરત ફરે છે. આ પરત ફરવાની યાત્રાને બહૂડા યાત્રા કહેવામાં આવે છે. આ યાત્રા પણ મુખ્ય રથયાત્રા જેટલી જ ભવ્ય અને આસ્થાભરી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ભગવાનના દર્શન કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 27 જુલાઈએ થશે મહાપર્વનું સમાપન

રથયાત્રાનો મુખ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ 27 જુલાઈએ નીલાદ્રી બીજે વિધિ યોજાશે. આ દિવસે ભગવાન ફરીથી શ્રીમંદિરમાં પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થાય છે. આ સાથે ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાનો ભવ્ય સમાપન થાય છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનો પણ જીવંત પ્રતીક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Jagannath Jagannath Rath Yatra Puri Rath Yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ