ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:19 PM, 14 July 2026
ADVERTISEMENT
લોક અપ 2 શો દરમિયાન સુનિતા આહુજા ઘણી વખત અપશબ્દોનો ઉપયોગ કરતી જોવા મળી હતી. આ માટે તેણીને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે સુનિતાએ આ બાબતે પોતાનો ખુલ્લો ખુલાસો આપ્યો છે. ગોવિંદાની પત્ની સુનિતા આહુજા છેલ્લા અમુક દિવસોથી લોક અપ 2 શોને લઈને સમાચારોમાં છાઈ ગઈ છે. શોમાં તેણીએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. હવે શોમાંથી બહાર આવ્યા પછી તેને પોતાના વ્યક્તિત્વ વિશે વાત કરી રહી છે. જેમાં અપશબ્દો વાપરવા અંગે પણ સુનિતાએ વાત કરી છે.
ADVERTISEMENT
એક જગ્યાએ વાત કરતાં સુનિતાએ કહ્યું કે તેને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. જો કોઈ તેને ઉશ્કેરશે તો તે એવું જ વર્તન કરશે. "સુનિતાએ કહ્યું, “મને એક વાત કહો, જો કોઈ આવીને તમને ગાળો આપે તો તમે શું કહેશો? ‘ભાઈ, તમે મને એક ગાળ આપી, હું તમને પણ એક આપું અને તમે બે વધારે આપી દો?’ હું એટલી મૂર્ખ નથી ને! જો કોઈ તમારી તરફ આંગળી ચીંધે તો તમે શું કહેશો – ‘ભાઈ, ફરીથી કરો’? ના, બિલકુલ નહીં.”
સુનિતા કહે છે કે તે એવું માનતી નથી કે સ્ત્રીઓએ ચૂપચાપ બધું સહન કરવું જોઈએ. તેમના મતે પોતાના માટે ઊભા રહેવું એ સૌથી મહત્વની વાત છે અને તેને બીજી સ્ત્રીઓને પણ આ જ સલાહ આપે છે. સુનિતાએ વધુમાં કહ્યું, “હું એવી મહિલાઓમાંથી નથી કે જે બધું સહન કરીને બેસી રહે. એટલા માટે જ હું બધી મહિલાને કહું છું કે ભાઈ, તમારી જિંદગી જીવો અને તમારા માટે જીવો. હું શું ખોટું કહું છું? અને કઈ મહિલાઅપશબ્દો નથી વાપરતી? તમે મને કહો?”
ADVERTISEMENT
ADVERTISEMENT
લોક અપ 2 શો 27 જૂને નેટફ્લિક્સ પર પ્રીમિયર થયો હતો. આ શોમાં સુનિતા આહુજા ઘણી ચર્ચામાં રહી હતી,. ગોવિંદા પણ પત્ની સુનિતાને સપોર્ટ કરવા શોમાં આવ્યો હતો. ગોવિંદા આગામી ફિલ્મ ‘રૂપા’માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા તેઓ 7 વર્ષ પછી બોલિવુડમાં કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મનું મેકિંગ પણ ગોવિંદા જ કરી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT